IPL હરાજીમાં કોઈએ ન ખરીદ્યો, રાજસ્થાન રોયલ્સે આપ્યું મોટું પદ
ફ્રેન્ચાઇઝીએ આ સાથે નવી ભૂમિકામાં 27 વર્ષીય સોઢી બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે અને મુખ્ય સંચાલન અધિકારી જેક લુશ મૈક્રમની સાથે કામ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે ગુરૂવારે ન્યૂઝીલેન્ડના ઈશ સોઢીની ઈન્ડિયન પ્રીમિયર લીગની 2020ની સિઝન માટે પોતાના સ્પિન સલાહકાર તરીકે નિમણૂક કરી છે. આઈપીએલની હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. હરાજીમાં સોઢીને કોઈ ખરીદનાર મળ્યું નહીં.
ફ્રેન્ચાઇઝીએ આ સાથે નવી ભૂમિકામાં 27 વર્ષીય સોઢી બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે અને મુખ્ય સંચાલન અધિકારી જેક લુશ મૈક્રમની સાથે કામ કરશે.
સોઢીએ આઠ આઈપીએલ મેચોમાં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 6.69ની ઈકોનોમી રેટથી 9 વિકેટ ઝજપી છે. સોઢીએ પોતાના નિવેદનમાં કહ્યું, 'રોયલ્સ સાથે બે સિઝન રમ્યા બાદ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા તમામ લોકોની સાથે મારો તાલમેલ વધી ગયો છે જે મારા માટે ખુબ મદદગાર રહ્યાં છે.' સોઢીએ કહ્યું, 'તેથી રોયલ્સ મેનેજમેન્ટ દ્વારા આ તકની રજૂઆત કર્યાં બાદ મેં બીજીવાર વિચાર્યું નથી.'
સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે 40 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 47 વિકેટ ઝડપી છે. જેણે 17 ટેસ્ટ અને 31 વનડે મેચ પણ રમી છે. ઈશ સોઢીનું પૂરુ નામ ઇંદ્રબીર સિંહ સોઢી છે. ઈશ સોઢીનો જન્મ ભારતના લુધિયાનામાં 31 ઓક્ટોબર, 1992મા થયો હતો. 26 વર્ષીય સોઢી લેગબ્રેક બોલર છે.
સોઢીએ નવી ભૂમિકા વિશે કહ્યું, 'હું રાજસ્થાન રોયલ્સમાં આ નવા પડકાર માટે તૈયાર છું. મારી અહીં તમામ લોકો સાથે સારી મિત્રતા છે કારણ કે તેણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે. તેથી જ્યારે આ રોલ મારી પાસે આ્યો તો મેં બીજીવાર વિચાર્યું નથી અને હા કહી દીધી હતી. હું આ ફ્રેન્ચાઇઝીને પસંદ કરુ છું અને તેથી પ્રયત્ન કરીશ કે ટીમને ટાઇટલ અપાવી શકું.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે