IPL 2021: સ્ટીવ સ્મિથને રાજસ્થાને કર્યો રિલીઝ, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને કર્યા રિટેઇન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) મા આજે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનો છેલ્લો દિવસ છે. અનેક ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ નક્કી કરી લીધા છે. તો ઘણા ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. 
 

IPL 2021: સ્ટીવ સ્મિથને રાજસ્થાને કર્યો રિલીઝ, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને કર્યા રિટેઇન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) મા આજે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનો છેલ્લો દિવસ છે. અનેક ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ નક્કી કરી લીધા છે. તો ઘણા ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં આઈપીએલની આગામી સીઝન માટે હરાજી યોજાવાની છે. આ વર્ષે પણ કોરોનાને લીધે મિની ઓક્શન થશે. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. તો સુરેશ રૈના ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો હશે. 

જાણો કઈ ટીમે ક્યા-ક્યા ખેલાડીઓને બહાર કર્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 
આરસીબીએ માત્ર 12 ખેલાડીઓને પોતાની સાથે જોડી રાખ્યા છે. બાકી મોટાભાગના વિદેશી ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.

રિટેઇન કરાયેલા ખેલાડી
વિરાટ કોહલી
એબી ડિવિલિયર્સ
યુજવેન્દ્ર ચહલ
દેવદત્ત પડિક્કલ
વોશિંગટન સુંદર
મોહમ્મદ સિરાજ
નવદીપ સૈની
એડમ ઝમ્પા
શાહબાઝ અહેમદ
જોશ ફિલિપે
કેન રિચર્ડસન
પવન દેશપાંડે

રિલીઝ કરાયેલા ખેલાડી
મોઇન અલી
શિવમ દુબે
ગુરકીરત સિંહ માન
આરોન ફિન્ચ
ક્રિસ મોરિસ
પવન નેગી
પાર્થિવ પટેલ (નિવૃત)
ડેલ સ્ટેન (ગેરહાજર)
ઉસુરુ ઉડાના
ઉમેશ યાદવ

કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) 
રિટેઇનઃ ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, રિંકુ સિંહ, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ

રિલીઝઃ ટોમ બેનટન, ક્રિસ ગ્રીન, નિખીલ નાયક, એમ સિદ્ધાર્થ, હેરી ગર્ની. 

રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. 

મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે શેફરન રુધરફોર્ડ અને લસિથ મલિંગાને રિલીઝ કર્યા છે. 

દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સે જેસન રોય, સંદીપ લામિછાને અને મોહિત શર્માને રિલીઝ કર્યા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સ
રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર

રિલીઝઃ પીયુષ ચાવલા, કેદાર જાધવ, મુરલી વિજય, હરભજન સિંહ, મોનુ કુમાર સિંહ, શેન વોટસન (નિવૃત)

સનરાઝર્સ હૈદરાહાદ 
સનરાઇઝર્સ હૈદરાબાદે પણ કેટલાક ખેલાડીનો સાથ છોડી દીધો છે. ફ્રેન્ચાઇઝીએ બિલી સ્ટેનલેક, ફેબિયન એલેન, સંજય યાદવ, બી સંદીપ અને યારા પૃથ્વી રાજને રિલીઝ કર્યા છે.

કિંગ્સ ઇલેવન પંજાબ
કિંગ્સ ઇલેવન પંજાબે અનેક ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જેમાં સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ, વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ, કૃષ્ણપ્પા ગૌતમ, જિમી નીશમ, હાર્ડસ વિઝલોન અને કરૂણ નાયરને બહાર કરી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news