કોરોનાની અસર, BCCI એ રણજી ટ્રોફી, સીકે નાયડૂ ટ્રોફી અને મહિલા ટી20 લીગને કરી સ્થગિત

દેશમાં ફરી કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 

કોરોનાની અસર, BCCI એ રણજી ટ્રોફી, સીકે નાયડૂ ટ્રોફી અને મહિલા ટી20 લીગને કરી સ્થગિત

નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) શરૂ થતાં પહેલા જ તેના સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. હવે રણજી ટ્રોફી 13 જાન્યુઆરીથી શરૂ થશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રણજી ટ્રોફી સિવાય તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને હાલ તત્કાલ પ્રભાવથી રોકી દીધી છે. પરંતુ બોર્ડે કૂચ બિહાર અન્ડર-19 ના નોકઆઉટ મુકાબલાને નક્કી કાર્યક્રમ પ્રમાણે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે  (BCCI) મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં વધતા કોવિડ-19 કેસને ધ્યાનમાં રાખી 2021-2022 સીઝન માટે રણજી ટ્રોફી, કર્નલ સીકે નાયડૂ ટ્રોફી અને સીનિયર મહિલા ટી20 લીગને સ્થગિત કરી દીધી છે. રણજી ટ્રોફી અને કર્નલ નાયડૂ ટ્રોફી પણ આ મહિને શરૂ થવાની હતી, જ્યારે સીનિયર મહિલા ટી20 લીગ ફેબ્રુઆરીમાં શરૂ થવાની હતી. 

The ongoing Cooch Behar Trophy will continue as scheduled.

— BCCI (@BCCI) January 4, 2022

બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, બોર્ડ ખેલાડીઓ, સહયોગી સ્ટાફ, મેચ અધિકારીઓ અને અન્ય લોકોની સુરક્ષા સાથે સમજુતી કરવા ઈચ્છતું નથી અને તેથી આગામી આદેશ સુધી ત્રણેય ટૂર્નામેન્ટનો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ સ્થિતિનું નિરીક્ષણ કરવું રહેશે અને તે અનુસાર ટૂર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય લેશે. બોર્ડે કહ્યું કે, બોર્ડ તે તમામ લોકોના પ્રયાસોની પ્રશંસા કરે છે, જેણે હાલની 2021-2022 ઘરેલૂ 11 ટૂર્નામેન્ટોમાં 700થી વધુ મેચોની યજમાની કરવા માટે પોતાનો પ્રયાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news