આ વ્યક્તિની સલાહથી વિરાટ કોહલીએ છોડી દીધી ટી20 ટીમની કમાન

Ravi Shastri and Virat Kohli: વિરાટ કોહલીને સીમિત ઓવરોની આગેવાની છોડવા માટે રવિ શાસ્ત્રીએ કહ્યુ હતું. રિપોર્ટ પ્રમાણે શાસ્ત્રી ઈચ્છતા હતા કે કોહલી ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ કરતો રહે.
 

આ વ્યક્તિની સલાહથી વિરાટ કોહલીએ છોડી દીધી ટી20 ટીમની કમાન

નવી દિલ્હીઃ એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને સફેદ બોલ ત્યાં સુધી કે વનડેની કેપ્ટનશિપ છોડવા અને બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી. રિપોર્ટ અનુસાર તેમણે ટેસ્ટ ક્રિકેટની કમાન સંભાળી રાખવા માટે કહ્યું હતું. 

ઈન્ડિયા અહેડ અનુસાર કોચ દ્વારા આ સલાહ કોહલીને પ્રેરિત કરવા માટે આપવામાં આવી હતી, જેથી તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બન્યો રહે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ- કોહલીની કેપ્ટનશિપ વિશે વાત ત્યારે શરૂ થઈ જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. હવે તે સંકેત પણ આવે છે કે કોહલીએ 2023 પહેલા કોઈ સમયે એકદિવસીયની કમાન પણ છોડવી પડી શકે છે જો વસ્તુ યોજના અનુસાર થતી નથી. 

તેમણે કહ્યું, 'શાસ્ત્રીએ લગભગ છ મહિના પહેલા કોહલી સાથે વાત કરી હતી. પરંતુ કોહલીએ શાસ્ત્રીની વાત માની નહીં. તે હજુ પણ વનડે ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કરવા ઇચ્છુક છે અને તેથી તેણે માત્ર ટી20 ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સુધી કે બોર્ડ પણ તે વાત પર ચર્ચા કરી રહ્યુ હતુ કે કોહલીનો એક બેટ્સમેનના રૂપમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય છે. આવું એટલા માટે કારણ કે તેની પાસે હજુ એક ખેલાડીના રૂપમાં ઘણુ બચેલું છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news