Brisbane માં ધમાકેદદાર પ્રદર્શન Rishabh Pant નું ખુલ્યું ભાગ્ય, ICCC એ આ એવોર્ડ માટે કર્યો નોમિનેટ
Trending Photos
દુબઇ: ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ટેસ્ટમાં (Brisbane Test) ધમાકેદાર પ્રદર્શન કરી ભારતને ઐતિહાસિક જીત અપાવનાર ઋષભ પંતને ICC પાસેથી મોટો એવોર્ડ મળ્યો છે. ICC એ પ્લેયર 'ઓફ ધ મંથ એવોર્ડ' માટે મંગળવારના વિજેતાઓના નામની ઘોષણા કરી છે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) અને ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ઋષભ પંત ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં (Sydney) 97 રનની ઇનિંગ્સ અને બ્રિસબેનમાં નાબાદ 89 રનની ઇનિંગ્સના કારણે આ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. જ્યારે રૂટે શ્રીલંકાની સામે 228 અને 186 રનની ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ઉમેદવાર આયરલેન્ડના પોલ સ્ટર્લિંગ છે. જેણે આફઘાનિસ્તાન સામે ત્રણ અને યૂએઈ સામે બે વન ડે મેચ રમી છે.
આ પણ વાંચો:- WTC: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ્દ, ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
મહિલાઓમાં પાકિસ્તાનની ડિયાના બેગ અને દક્ષિણ આફ્રિકાની શબનિમ ઇસ્માઈલ છે. બેગે દક્ષિણ આફ્રિકાની સામે ત્રણ વન ડે અને બે ટી 20 મેચમાં 9 વિકેટ લીધી છે. જ્યારે ઇસ્માઈલે તેમની ટીમ તરફથી 7 વિકેટ ઝડપી છે. ત્રીજું નામ દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મરિઝાને કેપ છે. જેણે 110.57ની સ્ટ્રાઇક રેટથી 115 રન બનાવ્યા અને ત્રણ વિકેટ પણ પાકિસ્તાનની સામે ઝડપી છે.
આઇસીસીએ આખા વર્ષ દરમિયાન દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનારી મહિલા અને પુરુષ ક્રિકેટરોની રજૂઆતોને નવી ઓળખ આપવા માટે ગયા મહિને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની શરૂઆત કરી હતી. આઇસીસી એવોર્ડ નોમિનેટિંગ કમિટી દરેક વર્ગ માટે ત્રણ નામાંકનો નક્કી કરશે. વિજેતાની જાહેરાત મહિનાના બીજા સોમવારે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે