Underwater Marriage: એન્જિનિયર કપલનું અનોખુ સાહસ, અન્ડરવોટર કર્યા લગ્ન, જુઓ Video

બન્ને આઈટી એન્જિનિયર છે. સોમવારે સવારે બન્નેએ ચેન્નઈના Neelankarai coast પર લગ્ન કર્યા હતા. આ અન્ડરવોટર લગ્ન હતા. તે માટે વરરાજાએ ધોતી અને કન્યાએ પરંપરાગત સાડી પહેરી હતી. 
 

Underwater Marriage: એન્જિનિયર કપલનું અનોખુ સાહસ, અન્ડરવોટર કર્યા લગ્ન, જુઓ Video

ચેન્નઈઃ Underwater Marriage: દરેક લોકોનું સપનું હોય છે કે તેના લગ્ન ખાસ અને યાગદાર રહે. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અનેક રીત અપનાવતા હોય છે. ઘણા લોકો જૂની પરંપરાઓ તોડી કંઈક એવું કરે છે જેથી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે. તેવામાં એક એન્જિનિયર કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ કપલે અન્ડરવોટર લગ્ન કર્યા છે. 

બન્ને આઈટી એન્જિનિયર છે. સોમવારે સવારે બન્નેએ ચેન્નઈના Neelankarai coast પર લગ્ન કર્યા હતા. આ અન્ડરવોટર લગ્ન હતા. તે માટે વરરાજાએ ધોતી અને કન્યાએ પરંપરાગત સાડી પહેરી હતી. 

બન્ને સમુદ્રમાં ડુબકી લગાવી લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન દરમિયાન પાણીના સ્ત્રોતોને સ્વચ્છ અને પ્લાસ્ટિક ફ્રી રાખવાનો સંદેશ પણ સામેલ હતો. 

તમે પણ જુઓ અન્ડરવોટર લગ્નનો વીડિઓ

— Zee 24 Kalak (@Zee24Kalak) February 2, 2021

દુલ્હનનું નામ છે એસ સ્વેથા. સ્વેથા કોયંબતૂરની રહેવાસી છે. તેણે જણાવ્યું કે, જ્યારે વર પક્ષ તરફથી અન્ડરવોટર લગ્નનો પ્રસ્તાવ આપ્યો તો પહેલા ડરી ગઈ પરંતુ બાદમાં તે આ માટે તૈયાર થઈ ગઈ હતી. 

સ્વેથાએ લગ્ન માટે સ્કૂબા બાઇવિંગ સેશન કર્યા અને સ્વિમિંગ પૂલમાં પ્રેક્ટિસ કરી હતી. લગ્ન સમયે તે પ્રથમવાર સમુદ્રમાં ઉતરી હતી. ધ હિંદુને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તેના માટે આ એક એવો અનુભવ હતો જેને ક્યારેય ભૂલી શકશે નહીં. 

યુવકનું નામ છે વી ચિન્નાદુરઈ. તે તિરૂવનમલઈનો રહેવાસી છે. તેને બાળપણથી સ્વિમિંગનો શોખ રહ્યો છે. તેણે જણાવ્યું કે, તે છેલ્લા 12 વર્ષથી સ્કૂબા ડાઇવિંગ કરી રહ્યો છે. મહત્વનું છે કે લગ્ન સમયે આશરે 45 મિનિટ સુધી બન્ને સમુદ્રની અંદર રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news