કેપ્ટન રોહિત શર્માના કારણે નહીં, પણ આ કારણે બેવડી સદીથી ચૂક્યો 'સર જાડેજા', કર્યો મોટો ખુલાસો
રવિન્દ્ર જાડેજા શનિવારે શ્રીલંકા સામે તેની બેવડી સદી સરળતાથી ફટકારી શક્યો હોત પરંતુ આ ભારતીય ઓલરાઉન્ડરે ઇનિંગ્સને ડિકલેર જાહેર કરવાનો સંદેશ મોકલ્યો હતો કારણ કે તે ઇચ્છતો હતો કે તેની ટીમ "વેરિયેબલ બાઉન્સ અને ટર્ન" નો લાભ ઉઠાવી શકે.
Trending Photos
મોહાલી: સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અણનમ 175 રનની ઇનિંગ રમી હતી. ભારતે તેનો પ્રથમ દાવ 574 રન બનાવીને ડિકલેર કર્યો હતો. ત્યારબાદ ફેન્સનો ગુસ્સો કેપ્ટન રોહિત શર્મા પર ફાટી નીકળ્યો કે તેણે જાડેજાને બેવડી સદી પૂરી ન કરવા દીધી. હવે રવિન્દ્ર જાડેજાએ પોતે જ તેજ વાતનો ખુલાસો કર્યો છે કે તે શા માટે પોતાની બેવડી સદી પૂરી કરી શક્યો નથી.
રવિન્દ્ર જાડેજાએ પોતે કર્યો ખુલાસો
રવિન્દ્ર જાડેજા શનિવારે શ્રીલંકા સામે તેની બેવડી સદી સરળતાથી ફટકારી શક્યો હોત પરંતુ આ ભારતીય ઓલરાઉન્ડરે ઇનિંગ્સને ડિકલેર જાહેર કરવાનો સંદેશ મોકલ્યો હતો કારણ કે તે ઇચ્છતો હતો કે તેની ટીમ "વેરિયેબલ બાઉન્સ અને ટર્ન" નો લાભ ઉઠાવી શકે. જાડેજા (228 બોલમાં અણનમ 175) એ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી પૂરી કરી અને તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, કારણ કે ભારતે આઠ વિકેટે 574 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 17 ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારીને શ્રીલંકાના આક્રમણને મજાક બનાવી રાખ્યું હતું.
જાડેજા પાસે બેવડી સદી ફટકારવાની તક
રવિન્દ્ર જાડેજા પાસે બેવડી સદી ફટકારવાની તક હતી, પરંતુ આ ખેલાડીએ કહ્યું કે તે જાણતો હતો કે દાવ ડિકલેર કરવાનો આ આદર્શ સમય છે કારણ કે તેનાથી તેમને વિરોધી ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં એક સત્ર રમવાનો મોકો આપવા માંગતા હતા. જાડેજાએ બીજા દિવસની રમત પુરી થયા પછી તેણે જણાવ્યું, 'મેં તેમને જણાવ્યું હતું કે પિચ પર 'વેરિયેબલ બાઉન્સ' છે અને બોલ પણ ટર્ન થવાનો શરૂ થઈ ગયો છે. એટલા માટે મેં સંદેશ મોકલ્યો કે પીચમાંથી થોડી મદદ મળી શકે છે.
ભારતે બનાવ્યો મજબૂત સ્કોર
ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમીની સાથે શતકીય ભાગેદારી વિશે વાતચીત કરતાં જાડેજાએ જણાવ્યું હતું કે, "હું ફક્ત મારો સમય કાઢી રહ્યો હતો અને મધ્યમાં ખૂબ જ શાંત રહેવાના કારણે હું અને રિષભ એક મોટી ભાગીદારી બનાવવામાં સક્ષમ રહ્યા, અશ્વિનની સાથે સાથે તેની બેટિંગ વિશે પુછતા જાડેજાએ જણાવ્યું કે, આજે, મેં સામાન્ય રીતે શાંતિથી બેટિંગ કરી. મને હંમેશા તેની (અશ્વિન) સાથે બોલિંગ કરવાની મજા આવે છે, તે ટીમ વર્કની વાત છે. એક ખેલાડી તમને ક્યારેય મેચ જીતાડી શકતો નથી. તેના માટે સંપૂર્ણ ટીમનો પ્રયાસ હોવો જોઈએ. જાડેજાએ કહ્યું કે જેમ જેમ રમત આગળ વધશે તેમ પિચ પર વધુ ટર્ન આવશે અને બોલ પણ નીચા રહે છે. અમે જલ્દીથી વિકેટ લઈને મેચ પુરી કરવાની કોશિશ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે