IND vs SL: 'સર જાડેજા'ના નામે નોંધાયો ઐતિહાસિક રેકોર્ડ, 1973 બાદ આ સિદ્ધિ મેળવનાર બન્યો પ્રથમ ખેલાડી

રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યુ છે. આ મેચમાં જાડેજા બેટ અને બોલથી છવાયો છે. આ સાથે તેણે એક દમદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

IND vs SL: 'સર જાડેજા'ના નામે નોંધાયો ઐતિહાસિક રેકોર્ડ, 1973 બાદ આ સિદ્ધિ મેળવનાર બન્યો પ્રથમ ખેલાડી

મોહાલીઃ મોહાલી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 174 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. આ પહેલાં ભારતે 574 રન બનાવી પોતાની પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતી. હવે તેણે શ્રીલંકાની ટીમને ફોલોઓન આપ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બોલિંગ કરતા રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલાં તેણે અણનમ 175 રન બનાવ્યા હતા. જાડેજાએ આ પ્રદર્શનની મદદથી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

જાડેજા તે ખેલાડીઓના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે, જેણે ટેસ્ટની એક ઈનિંગમાં 150થી વધુ રન બનાવવાની સાથે-સાથે 5 વિકેટ પણ ઝડપી છે. જાડેજા આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. ખાસ વાત છે કે તે 1973 બાદ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે. તે આ ઉપલબ્ધિ હાસિલ કરનાર બીજો ભારતીય ખેલાડી પણ બની ગયો છે. 

ટેસ્ટની ઈનિંગમાં 150+ રન બનાવવાની સાથે 5 વિકેટ લેનાર ખેલાડીઓના લિસ્ટમાં પ્રથમ નંબરે વીનૂ માંકડ છે. તેમણે 1952માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટ લેવાની સાથે 184 રન બનાવ્યા હતા. જ્યારે 1973માં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મુસ્તાક મોહમ્મદ પણ આમ કરી ચુક્યા છે. તેમણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વિકેટ લેવાની સાથે-સાથે 201 રન બનાવ્યા હતા. ત્યારબાદ જાડેજાએ 49 વર્ષ બાદ આ કારનામું કર્યું છે. 

ટેસ્ટની એક ઈનિંગમાં 150+  રન બનાવવાની સાથે 5 વિકેટ ઝડપનાર ખેલાડી
વિનુ માંકડ (184 અને 5/196) વિરુદ્ધ ઈંગ્લેન્ડ 1952
ડેનિસ એટકિન્સન (219 અને 5/56) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 1955
પોલી ઉમરીગર (172* અને 5/107) વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ 1962
ગેરી સોબર્સ (174 અને 5/41) વિરુદ્ધ ઈંગ્લેન્ડ 1966
મુશ્તાક મોહમ્મદ (201 અને 5/49) વિ. ન્યુઝીલેન્ડ 1973
રવિન્દ્ર જાડેજા (175* અને 5/41) વિ. શ્રીલંકા 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news