WC 2019: રોહિત બોલ્યો- હાર્દિક સૌથી ખરાબ ડાન્સર, ધવન સૌથી ખરાબ રૂમમેટ

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માનો 90 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. તેમાં રોહિતે પોતાના સાથીઓ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

WC 2019: રોહિત બોલ્યો- હાર્દિક સૌથી ખરાબ ડાન્સર, ધવન સૌથી ખરાબ રૂમમેટ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં વિશ્વ કપ શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. બે વખતની વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ 5 જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. પરંતુ આ પહેલા સોમવારે આઈસીસીના એક વીડિયોથી ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓના રાઝ ખુલ્યા છે. પોતાની પસંદ, નાપસંદ સિવાય ઘણા એવા રહસ્યોથી પડદો ઉઠાવ્યો છે, જે તમે અને અમે જાણતા નથી. આ વીડિયોને રમત દરમિયાન બ્રેક સેશનમાં દેખાડવામાં આવ્યો છે. 

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માનો 90 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. તેમાં રોહિતે પોતાના સાથીઓ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વીડિયોમાં રોહિતને પૂછવામાં આવ્યું કે, ટીમ ઈન્ડિયામાં સૌથી વધુ સેલ્ફી લેવી કોને પસંદ છે, તો તેણે હાર્દિક પંડ્યાનું નામ લીધું. તેણે કહ્યું, હાર્દિક છે જે હંમેશા સેલ્ફી લેવામાં મશગૂલ હોય છે. આ સાથે બીજીવાર તેણે હાર્દિકનું નામ ત્યારે લીધું જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે, ટીમ ઈન્ડિયામાં સૌથી ખરાબ ડાન્સર કોણ છે. 

— ICC (@ICC) May 27, 2019

કોફીનો દીવાનો છે રોહિત
ઓપનિંગ બેટ્સમેન અને પોતાના જોડીદાર શિખર ધવન વિશે રોહિતે જણાવ્યું કે, તે સૌથી ખરાબ રૂમમેટ છે. રોહિતને જ્યારે પૂછવામાં આવ્યું કે રોમેન્ટિક કોમેડીનો સૌથી વધુ આનંદ કોણ માણે છે, તો તેણે ભુવનેશ્વર કુમારનું નામ લીધું હતું. હાર્દિક પંડ્યાને સૌથી વધુ મસ્તીખોર ગણાવનાર રોહિતે પોતા વિશે જણાવ્યું કે, તે કોફીનો સૌથી મોટો દીવાનો છે. 

ટીમ ઈન્ડિયાએ હોટલમાં મેંગો પાર્ટી કરી
સોમવારે આઈસીસીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે બેબાકી સાથે વાતચીત કરી હતી. ફોટો સેશન કર્યું અને ગેમિંગ ઝોન બનાવ્યા. ફોટો સેશન દરમિયાન ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. હોટેલમાં મેંગો પાર્ટી પણ કરી. હાર્દિક, કુલદીપ અને ચહલ ખાસ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જસપ્રીત બુમરાહ ઓટોગ્રાફ આપવામાં વ્યસ્ત હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news