CWC 2019: રોહિત શર્મા તોડી શકે છે એક સાથે ત્રણ મોટા રેકોર્ડ, તેમાં બે સચિનના નામે
ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે આ વિશ્વ કપ શાનદાર રહ્યો છે. અત્યાર સુધી સાત ઈનિંગમાં તેણે 90થી વધુની એવરેજથી 544 રન બનાવ્યા છે.
Trending Photos
લંડનઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે આ વિશ્વ કપ શાનદાર રહ્યો છે. અત્યાર સુધી સાત ઈનિંગમાં તેણે 90થી વધુની એવરેજથી 544 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી પણ ફટકારી છે. ભારતની ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી બે મેચ બાકી છે. ગ્રુપ સ્ટેજમાં અંતિમ મેસ શ્રીલંકા વિરુદ્ધ અને એક સેમિફાઇનલ. આ પ્રમાણે રોહિત હવે એક વિશ્વ કપમાં ત્રણ અલગ-અલગ રેકોર્ડ તોડી શકે છે.
પ્રથમ રેકોર્ડઃ એક વિશ્વ કપમાં સૌથી વધુ રન
રોહિતની આ વિશ્વ કપમાં પ્રથમ સદી આફ્રિકા વિરુદ્ધ આવી હતી. ત્યારબાદ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારીને તેણે પૂર્વ કેપ્ટન ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે તેણે એક વિશ્વ કપમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે કુમાર સાંગાકારાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. એટલે કે વધુ એક સદી ફટકારીને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી લેશે.
ખેલાડી | વર્ષ | ઈનિંગ | સદી |
કુમાર સાંગાકારા | 2015 | 7 | 4 |
રોહિત શર્મા | 2019 | 7 | 4 |
માર્ક વો | 1996 | 7 | 3 |
મેથ્યૂ હેડન | 2007 | 10 | 3 |
સૌરવ ગાંગુલી | 2003 | 11 | 3 |
બીજો રેકોર્ડઃ એક વિશ્વ કપમાં સૌથી વધુ રન
વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી સચિન તેંડુલકરના નામે છે. તેણે 2003 વિશ્વ કપમાં 673 રન બનાવ્યા હતા. રોહિતે અત્યાર સુધી સાત ઈનિંગમાં 90.66ની એવરેજથી 544 રન નબાવી લીધા છે. તેવામાં 130 રન વધુ બનાવીને રોહિત એક વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી શકે છે.
ખેલાડી | દેશ | વર્ષ | મેચ | ઈનિંગ | રન | એવરેજ | સ્ટ્રાઇક રેટ |
સચિન તેંડુલકર | ભારત | 2003 | 11 | 11 | 673 | 61.18 | 89.85 |
મેથ્યૂ હેડન | ઓસ્ટ્રેલિયા | 2007 | 11 | 10 | 659 | 73.22 | 101.07 |
માહેલા જયવર્ધને | શ્રીલંકા | 2007 | 11 | 11 | 548 | 60.88 | 85.09 |
માર્ટિન ગુપ્ટિલ | ન્યૂઝીલેન્ડ | 2015 | 9 | 9 | 547 | 68.37 | 104.58 |
રોહિત શર્મા | ભાારત | 2019 | 7 | 7 | 544 | 90.66 | 96.96 |
શાકિબ અલ હસન | બાંગ્લાદેશ | 2019 | 7 | 7 | 542 | 90.33 | 97.83 |
ત્રીજો રેકોર્ડઃ વિશ્વ કપના ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ રન
ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની અંતિમ મેચ શ્રીલંકા વિરુદ્ધ રમવાની છે. રોહિત આ મેચમાં 43 રન બનાવીને એક વિશ્વ કપના ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી શકે છે. આ મામલામાં મેથ્યૂ હેડન (580 રન) અને સચિન તેંડુલકર (586 રન) તેનાથી આગળ છે. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર (516 રન) અને એરોન ફિન્ચ (504) પણ આ દોડમાં સામેલ છે.
ખેલાડી | દેશ | વર્ષ | મેચ | ઈનિંગ | રન | એવરેજ | સ્ટ્રાઇક રેટ |
સચિન તેંડુલકર | ભારત | 2003 | 9 | 9 | 586 | 65.11 | 90.43 |
મેથ્યૂ હેડન | ઓસ્ટ્રેલિયા | 2007 | 9 | 8 | 580 | 82.85 | 108 |
રોહિત શર્મા | ભારત | 2019 | 7 | 7 | 544 | 90.66 | 96.96 |
શાકિબ અલ હસન | બાંગ્લાદેશ | 2019 | 7 | 7 | 542 | 90.33 | 97.83 |
ડેવિડ વોર્નર | ઓસ્ટ્રેલિયા | 2019 | 8 | 8 | 516 | 73.71 | 86.57 |
એરોન ફિન્ચ | ઓસ્ટ્રેલિયા | 2019 | 8 | 8 | 504 | 63 | 102.43 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે