અલગ-અલગ સેક્ટરના જાણકારોના મતે કેવું છે બજેટ, જાણો શું કહ્યું

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણકાલીન બજેટ (Budget 2019)માં મધ્યમવર્ગીય લોકોને એક મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપતાં નાણામંત્રીએ હોમ લોનના વ્યાજ પર મળનાર ઇનકમ ટેક્સ છૂટને 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દીધી છે. આ છૂટ 45 લાખ રૂપિયા સુધીના મકાન પર મળશે. આ છૂટ 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનાર ઘર માટે છે. 
અલગ-અલગ સેક્ટરના જાણકારોના મતે કેવું છે બજેટ, જાણો શું કહ્યું

અમદાવાદ: મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણકાલીન બજેટ (Budget 2019)માં મધ્યમવર્ગીય લોકોને એક મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપતાં નાણામંત્રીએ હોમ લોનના વ્યાજ પર મળનાર ઇનકમ ટેક્સ છૂટને 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દીધી છે. આ છૂટ 45 લાખ રૂપિયા સુધીના મકાન પર મળશે. આ છૂટ 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનાર ઘર માટે છે. 

લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે 45 લાખ રૂપિયા સુધીની કિંમત સસ્તા મકાન ખરીદવા માટે 31 માર્ચ 2020 સુધી લેવામાં આવેલી લોન પર વ્યાજ ચૂકવણી હેતુ 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની છૂટની અનુમતિ આપવાનો પ્રસ્તાવ કરે છે.

કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2019માં ગામડા, ગરીબ, ખેડૂત અને યુવાનો પર ધ્યાન આપ્યું છે. તો બીજી તરફ અમીરો પર ટેક્સનો થોડો બોજો વધારી દીધો છે. જ્યારે તેમની જાહેરાતોથી કેટલીક વસ્તુઓ સસ્તી થઇ જેનાથી સામાન્ય વ્યક્તિને રાહત મળી શકે છે, પરંતુ કેટલીક એવી જાહેરાત કરવામાં આવી જેથી કેટલીક વસ્તુઓ મોંઘી થઇ શકે છે. 

કંપનીઓ માટે મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીને 25 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. તેના હેઠળ દેશની 99 ટકા કંપનીઓ આવી જશે. ઇ વાહનો પર જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. આ સાથે જ સ્ટાર્ટઅપ માટે મોટી છૂટની જાહેરાત છે. સ્ટાર્ટઅપને એન્જલ ટેક્સ ચૂકવવો નહી પડે, સાથે જ ઇનકમ ટેક્સ વિભાગ પણ તેની તપાસ કરશે. 

નીતિન સોનીએ ( સી.એ ) જણાવ્યું હતું કે "આ બજેટમાં નાના ટેક્સ પેયર માટે કોઈ મોટી રાહત નથી. પણ અફોર્ડબલ હાઉસ ખરીદવા માટેની લોનના વ્યાજની રૂપિયા ૧,૫૦,૦૦૦ની રાહત આપવામાં આવી છે. પણ પ્રશ્ન એ થાય કે કેટલા લોકો જે અફોર્ડબલ ઘર ખરીદવાના હોય તે ટેક્સ ચૂકવવા જેટલી ઇનકમ કમાતા હોય ?, આ બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઈ ક્રાંતિકારી ફેરફાર નથી જેની આશા જોવાઈ રહી હતી, જેમ કે ખુલી જમીન ઉપર ઇનકમ ટેક્સ, જમીનનું ડિમેટ કરવા વગેરે તેમાં સામેલ છે."

કિરણ સુતરીયાએ (ફાઉન્ડર ચેરમેન, સીટા સોલ્યુશન્સ) કહ્યું હતું કે "એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) અને આઇઓટીના ( ઇન્ટરનેટ ઓફ  થીંગ્સ ) સંદર્ભમાં યુનિયન બજેટ 2019 ટેક્નૉલૉજીને અપનાવવા તરફ એક મોટો દબાણ પૂરો પાડે છે, ભારતમાં શ્રેષ્ઠ જીવનશૈલીમાં સુધારો કરવા માટે ઉત્તમ વર્ગમાં ટેક્નોલોજીઓનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું સારું છે. ડિજિટલ ગામડાઓ અને ગ્રામીણ ઔદ્યોગિકરણનો વિચાર એ વ્યવસાયને વ્યાપક રીતે જોડશે." 

રાકેશ લાહોટીએ (કો- ફાઉન્ડર, વેલ્થસ્ટ્રીટ)એ કહ્યું હતું કે "બેન્કિંગ સેક્ટર બેડ લોન વચ્ચે ઘેરાયેલ છે. વૃદ્ધિમાં ઘટાડા અને પ્રોજેક્ટ અમલીકરણમાં વિલંબના કારણે બેડ લોન વધી છે. સરકારી માલિકીની બેન્કોના કેપિટલ બેઝને મજબૂત બનાવવા રૂ. ૭૦૦૦૦ કરોડનું ફંડ રચવામાં આવશે. ઇમોબિલિટીને ઉત્તેજન આપવા માટે ઇલેક્ટ્રિકલ વ્હિકલના ચોક્કસ પાર્ટ્સ પર કસ્ટમ્સ ડ્યૂટી માફ કરવામાં આવી છે. ઇવી પર પાંચ ટકા જીએસટી લાગુ થાય છે. એફડીઆઇ અને વિદેશી મૂડીપ્રવાહમાં વધારો, એસટીટી ઘટાડવાની દરખાસ્ત, રૂ. ૪૦૦ કરોડ સુધી કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની દરખાસ્તથી બજારને લાંબા ગાળે ટેકો મળશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news