રોહિત શર્નાને આ દિગ્ગજે આપી સલાહ, કહ્યું- ઓપનિંગ ન કરે આ ભૂલ

લક્ષ્મણે 134 ટેસ્ટમાં 8781 રન બનાવ્યા છે. 44 વર્ષના આ પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'મારૂ માનવું છે કે મેં ઈનિંગનો પ્રારંભ કરતા જે ભૂલ કરી તે માનસિકતામાં ફેરફારની હતી, જેથી મને મધ્યમક્રમના બેટ્સમેન તરીકે ખુબ સફળતા મળી હતી.
 

રોહિત શર્નાને આ દિગ્ગજે આપી સલાહ, કહ્યું- ઓપનિંગ ન કરે આ ભૂલ

નવી દિલ્હીઃ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) ઈચ્છે છે કે રોહિત શર્માએ (Rohit Sharma) સાઉથ આફ્રિકા વિરુદ્ધ આગામી સિરીઝ દરમિયાન પોતાની  પ્રાકૃતિક (નેચરલ) ગેમ પર અડિગ રહેવું જોઈએ. રોહિત આ સિરીઝના માધ્યમથી પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં ઈનિંગનો પ્રારંભ કરશે. પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને ચિંતા છે કે જો આ મેચ દરમિયાન તે પોતાની ટેકનિકમાં ફેરફાર લાગે છે તો તેના પ્રદર્શન પર નકારાત્મક અસર પડશે. લક્ષ્મણની સાથે પૂર્વમાં આમ થયું હતું. 

લક્ષ્મણ મધ્યમક્રમનો નિષ્ણાંત બેટ્સમેન હતો પરંતુ તેને 1996-98 વચ્ચે ઈનિંગનો પ્રારંભ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે આ સ્થાન પર ક્યારેય સરળ અનુભવ કરતો નહતો. લક્ષ્મણે પૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાને તેની યૂટ્યૂબ ચેનલ 'દીપ પોઈન્ટ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'સૌથી મોટા ફાયદાની તે વસ્તુ છે કે રોહિતની પાસે અનુભવ છે, જે મારી પાસે નહતો.'

તેણે જણાવ્યું, 'મેં માત્ર 4 ટેસ્ટ મેચ રમ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. રોહિત 12 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તેથી તેનામાં પરિપક્વતા અને અનુભવ બંન્ને છે અને સાથે તે ફોર્મમાં છે.'

લક્ષ્મણે 134 ટેસ્ટમાં 8781 રન બનાવ્યા છે. 44 વર્ષના આ પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'મારૂ માનવું છે કે મેં ઈનિંગનો પ્રારંભ કરતા જે ભૂલ કરી તે માનસિકતામાં ફેરફારની હતી, જેથી મને મધ્યમક્રમના બેટ્સમેન તરીકે ખુબ સફળતા મળી હતી. ભલે તે ત્રીજા ક્રમે હોય કે ચોથા ક્રમે.'

તેણે કહ્યું, 'મેં મારી ટેકનિકમાં પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. મધ્યમક્રમ બેટ્સમેન તરીકે હું હંમેશા 'ફ્રંટ-પ્રેસ' બાદ બોલ તરફ જતો હતો પરંતુ સીનિયર ખેલાડીઓ અને કોચો સાથે વાત કરીને મેં તેમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફારે મારી બેટિંગ પ્રભાવિત કરી અને હું આશા કરુ કે રોહિતે આમ ન કરવું જોઈએ.'

લક્ષ્મણે કહ્યું, 'જો તમે તમારી નેચરલ ગેમ સાથે વધુ છેડછાડ કરશો તો તમને પરિણામ નહીં મળે કારણ કે તમારા મગજમાં ગુંચવાડો થશે અને તમે લય ગુમાવી શકો છો. હું સ્વીકાર કરી શકું છું કે મેં જ્યારે ઈનિંગનો પ્રારંભ કર્યો ત્યારે મારી લય પ્રભાવિત થઈ હતી. રોહિત એવો ખેલાડી છે, જે લયમાં આવ્યા બાદ સારૂ પ્રદર્શન કરે છે અને જો તેની લય પ્રભાવિત થશે તો તે મુશ્કેલ બનશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news