IPL 2019: દિલ્હીની વિરુદ્ધ ગ્રીન જર્સી પહેરીને ઉતરી કોહલી સેના, આ છે કારણ

વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આજે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઉતરી તો તે રેડ જર્સીમાં નહીં પરંતુ ગ્રીન જર્સીમાં જોવા મળી હતી. 

IPL 2019: દિલ્હીની વિરુદ્ધ ગ્રીન જર્સી પહેરીને ઉતરી કોહલી સેના, આ છે કારણ

બેંગલોરઃ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આજે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઉતરી તો તે રેડ જર્સીમાં નહીં પરંતુ ગ્રીન જર્સીમાં નજર આવી. શું તમે જાણો છ કે દરેક સિઝનમાં કેટલિક મેચોમાં આરસીબી ગ્રીન જર્સી પહેરીને મેદાન પર કેમ રમે છે. હકીકતમાં આરસીબી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે આ કલરની જર્સી પહેરીને મેદાન પર ઉતરે શે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરને ટોસ સમયે છોડ પણ ભેટમાં આપ્યો હતો. આરસીબી વર્ષ 2011થી પોતાના 'ગો ગ્રીન' ઇનિશિએટિવ હેઠળ આમ કરે છે. આ વિશ્વને ગ્લોબલ વોર્મિંગ વિશે જાગરૂત કરવાની એક પહેલ છે. આરસીબી સતત લોકોને વૃક્ષો વાવવાની અપીલ કરતી રહે છે. ટીમના ખેલાડીઓએ ઘણીવાર ફેન્સને કહ્યું કે, તે બસોના માધ્યમથી અહીં સુધી આવે જેથી ઈંધણની બચત થઈ શકે. મેદાન પર પણ ફેન્સ આજે રેડની જગ્યાએ ગ્રીન કલરના ઝંડામાં ટીમને સપોર્ટ કરી રહ્યાં છે. 

IPL 2019: પર્દાપણ મેચમાં 6 વિકેટ, જોસેફ બોલ્યો- મારૂ પ્રદર્શન સપનું પૂરુ થયા સમાન
 
દરેક સિઝનના કેટલાક મેચોમાં આરસીબી ગ્રીન જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે આ કલરની જર્સી પહેરીને આવે છે. આ કારણ છે કે ટીમ ઝાડ અને પર્યાવરણનું પ્રતીક ગ્રીન કલર પહેરીને મેદાન પર રમવા ઉતરે છે અને આ સિઝનમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news