ક્રિકેટ ડિપ્લોમેસી માટે સચિન તેંડુલકરે કરી પીએમ મોદીની પ્રશંસા, કહી આ વાત

ક્રિકેટના ભગવાન કહેવાસા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટ અને સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીની ખુબ પ્રશંસા કરી છે.

 ક્રિકેટ ડિપ્લોમેસી માટે સચિન તેંડુલકરે કરી પીએમ મોદીની પ્રશંસા, કહી આ વાત

નવી દિલ્હીઃ ક્રિકેટ વિશ્વ કપ 2019 ભલે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહ્યો હોય પરંતુ વિશ્વના અન્ય દેશોમાં ખાસ કરીને એશિયા મહાદ્વીપમાં લોકો પર તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બીજીતરફ ઘણા નાના દેશ ક્રિકેટને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેમાં ઘણા દેશોનો સાથ તો ખુદ બીસીસીઆઈ અને ભારત સરકારે આપ્યો છે. આ કડીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે અને તે છે માલદીપ. અહીં ક્રિકેટના વિકાસ માટે ભારત સરકાર અને બીસીસીઆઈ મદદ કરી રહ્યું છે. 

આ વાતને લઈને ક્રિકેટના ભગવાન કહેવાસા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટ અને સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીની ખુબ પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીપની યાત્રા પર ગયા હતા, જ્યાં તેમણે માલદીપના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ સોલિહને ભારતીય ટીમના ખેલાડીઓના ઓટોગ્રાફ વાળું બેટ પણ ભેટમાં આપ્યું હતું. 

વિશ્વ કપ દરમિયાન પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલી ક્રિકેટ ડિપ્લોમેસીના શાનદાર ઉદાહરણ માટે સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું. ટ્વીટમાં સચિન તેંડુલકરે લખ્યું, ક્રિકેટને પ્રમોટ કરવા માટે ખુબ-ખુબ આભાર પીએમ નરેન્દ્ર મોદીજી. વિશ્વ કપ દરમિયાન ક્રિકેટ ડિપ્લોમેસીનું શાનદાર ઉદાહરણ. તેની સાથે સચિને આશા વ્યક્ત કરી કે માલદીપ ઝડપથી ક્રિકેટની દુનિયામાં પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહેશે. 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, માલદીપમાં ક્રિકેટને પ્રમોટ કરવામાં ભારત સરકાર મદદ કરશે. અમે માલદીપના રાષ્ટ્રપતિ અબ્રાહિમ મોહમ્મદ સોલિહને દેશમાં રમતને પ્રોત્સાહન આપવાના મિશનને પૂરુ કરીશું. વિદેશ મંત્રાયલે કહ્યું કે, ભારત આ સમય માલદીવમાં ક્રિકેટરોને ટ્રેનિંગ અને તેને ઉચ્ચ સ્તરીય બનાવવામાં મદદ કરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news