સાઇના નેહવાલ ન્યૂઝીલેન્ડ ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર
સાઇના અને વાંગ ઝીયેઈ પ્રથમ વાર એક-બીજા વિરુદ્ધ કોર્ટ પર ઉતરી હતી. સાઇનાની હાલની વર્લ્ડ રેન્કિંગ-9 છે. વાંગ વિશ્વની 212માં નંબરની મહિલા શટલર છે. તેણે ગત વર્ષે યૂથ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Trending Photos
ઓકલેન્ડઃ ભારતીય શટલર સાઇના નેહવાલ બુધવારે મોટા અપસેટની શિકાર બની હતી. ન્યૂઝીલેન્ડ ઓપનમાં મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં તેને 203 રેન્ક નીચેની શટલર સામે હારનો સામનો કરવો પડ્યો છે. ચીનની વાંગ ઝીયેઈએ સાઇનાને 21-16, 23-21, 21-4થી પરાજય આપ્યો હતો. બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ભારતીય શટલર એચએસ પ્રણવ અને બી સાઈ પ્રણીત પોત-પોતાના મુકાબલા જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
પ્રથમવાર એકબીજાની આમને-સામને હતી સાઇના-વાંગ
સાઇના અને વાંગ ઝીયેઈ પ્રથમ વાર એક-બીજા વિરુદ્ધ કોર્ટ પર ઉતરી હતી. સાઇનાની હાલની વર્લ્ડ રેન્કિંગ-9 છે. વાંગ વિશ્વની 212માં નંબરની મહિલા શટલર છે. તેણે ગત વર્ષે યૂથ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સાઇનાના પરાજય સાથે મહિલા સિંગલ્સમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. આ ટૂર્નામેન્ટમાં સાઇના સિવાય ભારતની અનુરા પ્રભુદેસાઈ ઉતરી હતી, તે પણ હારી ગઈ છે.
પુરૂષ સિંગલ્સમાં પ્રણવે પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ નંબર 50 સિંગાપુરના લોહ કીન યેઈને 21-15, 21-14થી પરાજય આપ્યો હતો. હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેની ટક્ક ઈન્ડોનેશિયાના ટોમી સુગિર્તો વિરુદ્ધ થશે.
પ્રણીત પણ પ્રથમ રાઉન્ડના પડકારને પાર કરવામાં સફળ રહ્યો હતો. તેણે ભારતના જ શુભંકર ડેને 21-17, 19-21, 21-15થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે તેનો સામનો બે વખતના ઓલિમ્પિક અને 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન લિન ડૈન સામે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે