AFG vs WI: અફઘાનિસ્તાની ક્રિકેટરે તોડ્યો સચિન તેંડુલકરનો 27 વર્ષ જૂનો રેકોર્ડ

ઇકરામે કહ્યું કે, સચિન નહીં પરંતુ શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સાંગાકારા તેનો આદર્શ છે. 

AFG vs WI: અફઘાનિસ્તાની ક્રિકેટરે તોડ્યો સચિન તેંડુલકરનો 27 વર્ષ જૂનો રેકોર્ડ

લીડ્સઃ અફઘાનિસ્તાનના યુવા વિકેટકીપર બેટ્સમેન ઇકરામ અલી ખિલ 18 વર્ષની ઉંમરમાં આઈસીસી વિશ્વ કપમાં સૌથી મોટી ઈનિંગ રમવાના મામલામાં ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ખુશ છે. તે પરંતુ શ્રીલંકાના દિગ્ગજ કુમાર સાંગાકારાના પદચિન્હો પર ચાલવા ઈચ્છે છે. 

ઇકરામે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારે અહીં 92 બોલમાં 86 રનની ઈનિંગ રમીને તેંડુલકરનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેંડુલકરે 18 વર્ષની ઉંમરમાં 1992ના વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 84 રન બનાવ્યા હતા. 

આ વિકેટકીપર બેટ્સમેને કહ્યું, 'તેંડુલકર જેવા મહાન ખેલાડીનો રેકોર્ડ તોડવા પર મને ગર્વ છે. હું તેનાથી ઘણો ખુશ છું. ઇકરામે માન્યું કે સચિનની જગ્યાએ તેનો આદર્શ ખેલાડી ડાબા હાથનો વિકેટકીપર બેટ્સમેન સાંગાકારા છે. ઇકરામે કહ્યું, હું જ્યારે બેટિંગ કરુ છું તો મારા મગજમાં કુમાર સાંગાકારા હોય છે.'

ઇકરામ પરંતુ અત્યાર સુધી સાંગાકારાને મળી શક્યો નથી. તેણે કહ્યું, 'સાંગાકારાને સ્ટ્રાઇક રોટેટ કરવા અને જ્યારે જરૂર હોય ત્યારે બાઉન્ડ્રી ફટકારવાની ક્ષમતા વિશ્વ સ્તરીય બેટ્સમેન બનાવે છે. હું તેમની પાસે આ શીખવા ઈચ્છુ છું.'

ઇકરામની ઈનિંગ છતાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને 23 રને પરાજય આપ્યો હતો. તેની આ  ઈનિંગ વિશ્વકપમાં કોઈપણ અફઘાનિસ્તાની બેટ્સમેનની સૌથી મોટી ઈનિંગ છે. પાછલા વર્ષ અન્ડર-19 વિશ્વ કપના સેમિફાઇનલમાં પહોંચનારી અફઘાનિસ્તાન ટીમના સદસ્ય ઇકરામે કહ્યું, નવ મેચોમાં કોઈપણ બેટ્સમેન આટલી મોટી ઈનિંગ ન રમી શક્યો પરંતુ હું નિરાશ છું કે સદી ન ફટકારી શક્યો. આશા છે કે આગળ અફઘાનિસ્તાન માટે સદી ફટકારીશ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news