ભારતીય ટીમનો બીજો 'કોહલી' છે આ ખેલાડી! એના સપનાની રાણી પણ અનુષ્કાથી કમ નથી, જુઓ

મોડેલિંગમાં સાહસ કર્યા પછી સયાલી સંજીવે(Sayali Sanjeev) ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં રાજુ પારસેકરની ફિલ્મ 'પોલીસ લાઇન્સ - એક પૂર્ણ સત્ય'નો સમાવેશ થાય છે, જેમાં સંતોષ જુવેકરે(Santosh Juvekar) પણ અભિનય કર્યો હતો. આ સિવાય તેણે અટપાડી નાઈટ્સ, મન ફકીરા, એબી એન્ડ સીડી અને ધ સ્ટોરી ઓફ પૈથાની જેવી ફિલ્મો પણ કરી હતી.

ભારતીય ટીમનો બીજો 'કોહલી' છે આ ખેલાડી! એના સપનાની રાણી પણ અનુષ્કાથી કમ નથી, જુઓ

નવી દિલ્લીઃ ઋતુરાજ ગાયકવાડ ધુંવાધાર બેટિંગ માટે જાણીતો છે. તે પોતાના અંગત જીવનને લઈને પણ હાલ ખુબ ચર્ચામાં છે. હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings)ના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને મરાઠી અભિનેત્રી (Marathi Actress) સયાલી સંજીવ(Sayali Sanjeev)ના પ્રેમની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. બંનેની સોશિયલ મીડિયા(Social Media) એક્ટિવિટીઝમાંથી ઈશારા મળ્યા છે. પરંતુ ઋતુરાજે સયાલી સાથેની નિકટતાની પુષ્ટિ કરી નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કોણ છે સાયલી અને શા માટે તે આટલી ફેમસ છે.

ટીવીથી કરી હતી કરિયરની શરૂઆત-
સયાલી સંજીવ(Sayali Sanjeev) ટીવી પર એક મ્યુઝિક વિડીયોમાં આવી જેમાં સુશાંત શેલાર તેની સાથે હતો, તેણીને 9x 9x Jhakaas Top Contestની ટોપ-10 શ્રેષ્ઠ નાયિકાઓમાં સામેલ કરવામાં આવી હતી.

No description available.

મોડલિંગથી ફિલ્મો સુધીની સફર-
મોડેલિંગમાં સાહસ કર્યા પછી સયાલી સંજીવે(Sayali Sanjeev) ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં રાજુ પારસેકરની ફિલ્મ 'પોલીસ લાઇન્સ - એક પૂર્ણ સત્ય'નો સમાવેશ થાય છે, જેમાં સંતોષ જુવેકરે(Santosh Juvekar) પણ અભિનય કર્યો હતો. આ સિવાય તેણે અટપાડી નાઈટ્સ, મન ફકીરા, એબી એન્ડ સીડી અને ધ સ્ટોરી ઓફ પૈથાની જેવી ફિલ્મો પણ કરી હતી.

No description available.

કોલેજકાળથી જ એક્ટિંગનો શોખ-
સયાલી સંજીવે(Sayali Sanjeev) એચપીટી આર્ટ્સ એન્ડ આરવાયકે સાયન્સ કોલેજHPT Arts and RYK Science College, નાસિક(Nashik)માંથી BA Politicsની ડિગ્રી મેળવી છે. તેને કોલેજની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. પછી તેણે અભિનયને તેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેણીએ Swarovski Gems, Dentzz, Quikr અને બિરલા આઈકેર(Birla Eyecare) માટે મોડલિંગ પણ કર્યું છે.

'કાહે દિયા પરદેસ'થી મળી પ્રસિદ્ધિ-
સયાલી સંજીવ(Sayali Sanjeev)ને ઝી મરાઠી( Zee Marathi)ની ટીવી સિરિયલ 'કાહે દિયા પરદેસ'(Kahe Diya Pardes) દ્વારા ઘણી ખ્યાતિ મળી હતી. તેનું પાત્ર 'ગૌરી' લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

No description available.

1993માં થયો સયાલીનો જન્મ-
સયાલી સંજીવ (Sayali Sanjeev)નો જન્મ 1993માં થયો હતો. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના દ્વારા શેર કરાયેલા ફોટાને લોકો ખૂબ પસંદ કરે છે.

નાના પડદા પર કર્યા મોટા ધમાકા-
સયાલી સંજીવે(Sayali Sanjeev) નાના પડદા પર 'પરફેક્ટ પતિ', 'ગુલમોહર' જેવા શો દ્વારા ઘણી સફળતા મેળવી. હાલમાં જ તેણે ટીવી સિરિયલ 'શુભમંગલ ઓનલાઈન'માં કામ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news