શિખર ધવને વિરાટ કોહલીને પછાડ્યો, કેલેન્ડર વર્ષમાં બનાવ્યા સર્વાધિક ટી20 આંતરરાષ્ટ્રીય રન

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 મેચમાં શિખર ધવને 76 રન ફટકાર્યા હતા. 
 

 શિખર ધવને વિરાટ કોહલીને પછાડ્યો, કેલેન્ડર વર્ષમાં બનાવ્યા સર્વાધિક ટી20 આંતરરાષ્ટ્રીય રન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાઈ રહેલી શ્રેણીના પ્રથમ ટી20 મેચમાં ભારતને ચાર રનથી કરારી  હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસી ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને શાનદારૂ શરૂઆત આપી  પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો. પોતાની 76 રનની શાનદાર ઈનિંગ દરમિયાન ધવને કેપ્ટન વિરાટ  કોહલીનો એક રેકોર્ડ તોડી દીધો. 

વરસાદ રહિત આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટ પર 158 રન બનાવ્યા. ભારતને ડકવર્થ લુઈસ  નિયમ પ્રમાણે 17 ઓવરમાં 174 રનનો લક્ષ્ય મળ્યો હતો. ધવનની 76 રનની ઈનિંગ છતાં પ્રવાસી ટીમ 7  વિકેટ પર 169 રન બનાવી શકી હતી. 

સીમિત ઓવરોના ક્રિકેટમાં શિખર ધવન શાનદાર ફોર્મમાં છે. આ બેટ્સમેને ઓસ્ટ્રેલિયામાં ટી20 શ્રેણીનો પ્રારંભ  પણ પોતાની સ્ટાઇલમાં કર્યો હતો. તેણે 42 બોલમાં 76 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં  સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી દીધો છે. 

ધવનને કોહલીથી આગળ નિકળવા માટે 69 રનની જરૂર હતી. તેણે ત્રણ મેચોની શ્રેણીના પહેલા મેચમાં તેને પાર  કરી લીધો હતો. તેણે 76 રનની ઈનિંગમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા પર હુમલો  કર્યો હતો. ધવને વર્ષ 2018માં 646 રન બનાવ્યા છે. આ પહેલા કોહલીએ 2016માં 641 રન બનાવ્યા હતા.  પાકિસ્તાની બેટ્સમેન ફખ જમાંએ 576 અને રોહિત શર્માએ 567 રન બનાવ્યા છે. 

આવી રહી મેચ
વરસાદના વિઘ્ન વચ્ચેના આ મેચમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.  ઓસ્ટ્રેલિયાએ 16.1 ઓવર સુધી બેટિંગ કરી ત્યારે વરસાદ આપ્યો અને મેચ રોકાઇ હતી. ત્યારબાદ મેચને 17  ઓવરનો કરી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ પર 158 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમ તરફથી ગ્લેન  મેક્સવેલે 46 અને ક્રિસ લિને 37 રન બનાવ્યા હતા. ભારતને ડીઆરએસ નિયમ મુજબ 17 ઓવરમાં 174 રનનો  સંશોધિત લક્ષ્ય મળ્યો હતો. ટીમ ઈન્ડિયા ધવનની અડધી સદી અને દિનેશ કાર્તિકના 13 બોલમાં 30 રન છતાં 4  રનથી પાછળ રહી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news