TMKOC ના 'સોઢી' વળી પાછી મોટી મુશ્કેલીમાં મૂકાયા, આ Video જોઈને ફેન્સ થયા ચિંતાતૂર

ઘણા સમયથી ચાલતી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનારા ગુરુચરણ સિંહ પાછા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જાણો વીડિયો શેર કરીને તેમણે શું કહ્યું?

TMKOC ના 'સોઢી' વળી પાછી મોટી મુશ્કેલીમાં મૂકાયા, આ Video જોઈને ફેન્સ થયા ચિંતાતૂર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી જનારા ટીવી એક્ટર ગુરુચરણ સિંહની તબિયત સારી નથી. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ શેર કરી છે. જેમાં ગુરુચરણ સિંહ આઈવી ડ્રિપ લગાવતા જોવા મળી રહ્યા છે. તેમણે ખુલાસો કર્યો કે તેમની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. તેમના આ હાલ જોઈને ફેન્સ ચિંતામાં પડ્યા છે. 

ગુરુચરણ સિંહે જે વીડિયો શેર કર્યો છે તે હોસ્પિટલનો છે જેમાં તેઓ બેડ પર સૂતેલા છે.  તેમના હાથમાં આઈવી ડ્રિપ લાગેલી છે. વીડિયોમાં તેઓ કહે છે કે, 'હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.' તેમણે કહ્યું કે તેમની સાથે શું થયું છે તેઓ જલદી જણાવશે. આ ઉપરાંત તેમણે ફેન્સને ગુર પુરબની શુભેચ્છાઓ પણ પાઠવી. 

વીડિયો જોઈને ફેન્સ ચિંતાતૂર
ગુરુચરણ સિંહનો આ વીડિયો જોઈને તેમના ફેન્સ ચિંતા કરી રહ્યા છે. દરેક પૂછી રહ્યા છે કે આખરે તેમને શું થયું છે અને તેઓ કેમ હોસ્પિટલમાં દાખલ છે. વીડિયોમાં તેઓ ઘણા દુબળા પણ જોવા મળી રહ્યા છે. દરેક જણ તેમના સાજા થવાની  કામના કરી રહ્યા છે. 

2024માં રહસ્યમય રીતે ગાયબ થયા હતા
અત્રે જણાવવાનું કે વર્ષ 2024માં ગુરુચરણ સિંહ અચાનક ચર્ચામાં આવી ગયા હતા કારણ કે તેઓ લગભગ એક મહિના માટે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. અભિનેતા એક બેઠકમાં સામેલ થવા માટે દિલ્હીથી પોતાના ઘરેથી નીકળ્યા પણ પાછા ફર્યા નહીં. ત્યારબાદ તેમના પિતાએ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. એક મહિના બાદ ગુરુચરણ સિંહ પાછા ફર્યા જેનાથી તેમના ફેન્સે રાહતના શ્વાસ લીધા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news