શિખર ધવન અને હાર્દિક પંડ્યાની ચેનના ભાવ સાંભળીને ચોંકી ગયો ભુવી

ધવને પોતાની ટીમના સાથી ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 
 

શિખર ધવન અને હાર્દિક પંડ્યાની ચેનના ભાવ સાંભળીને ચોંકી ગયો ભુવી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન ડાબા હાથમાં અંગૂઠાની ઈજાને કારણે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019માંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે ધવનની રમતના મેદાન પર ગેરહાજરી દેખાશે, પરંતુ સોશિયલ મીડિયા પર આ બેટ્સમેનની હાજરી જોવા મળશે. હાલમાં ધવને પોતાની ટીમના સાથે ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

શિખર ધવને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરતા લખ્યું છે, 'ભુવીનું મોઢુ ખુલ્લુ રહી ગયું બંન્નેના ચેનના ભાવ જોઈને.'

હકીકતમાં, એક જિમમાં ઊભા રહીને ઈજાગ્રસ્ત ધવને હાર્દિક પંડ્યા સાથે એક ફોટો ક્લિક કરાવ્યો. તેમાં શિખર એક વજનવાળો ચેન (સાકળ)ને ગળામાં લટકાવીને દેખાઈ રહ્યો છે, તો પંડ્યા પોતાના ગળાની નાની ચેનને દેખાડી રહ્યો છે. આ વચ્ચે ફોટો ફ્રેમમાં પાછળની તરફ ભુવનેશ્વર કુમાર પણ કેદ થઈ ગયો. આ તસ્વીરને ધવને મજાકિયા કેપ્શનની સાથે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

કેમ ઈજાગ્રસ્ત થયો ધવન
શિખર ધવનને મેચ દરમિયાન પેટ કમિન્સનો બોલ વાગ્યો હતો. તેના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ પણ તેણે બેટિંગ કરવાનું ચાલું રાખ્યું હતું. ત્યારબાદ તેનો સ્કેન કરાવવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે, તેને અંગૂઠામાં હેરલાઇન ફ્રેક્ચર છે. 

પંતને મળી તક
શિખર ધવન ટૂર્નામેન્ટમાંથી બહાર થતાં તેના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news