Shubman Gill: બાબર આઝમનું રાજ ખતમ, ગિલ બન્યો નંબર-1 ODI બેટર, સિરાજ બેસ્ટ બોલર

ICC ODI Rankings: શુભમન ગિલ માટે ખુશખબર સામે આવી છે. આઈસીસીના લેટેસ્ટ રેન્કિંગમાં ગિલ નંબર વન વનડે બેટર બની ગયો છે. જ્યારે મોહમ્મદ સિરાજ નંબર વન બોલર બની ગયો છે. 

Shubman Gill: બાબર આઝમનું રાજ ખતમ, ગિલ બન્યો નંબર-1 ODI બેટર, સિરાજ બેસ્ટ બોલર

નવી દિલ્હીઃ Shubman Gill No.1 ODI Batsman: વિશ્વકપ રમી રહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે મોટા સમચાાર સામે આવ્યા છે. આઈસીસીના લેટેસ્ટ વનડે રેન્કિંગમાં શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજને મોટો ફાયદો થયો છે. પાકિસ્તાનના બાબર આઝમને પછાડી શુભમન ગિલ વનડેમાં નંબર-1 બેટર બની ગયો છે. તો મોહમ્મદ સિરાજ નંબર-1 ODI બોલર બની ગયો છે. 

ICC એ જાહેર કર્યું લેટેસ્ટ રેન્કિંગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ તરફથી જારી તાજા વનડે રેન્કિંગ્સમાં શુભમન ગિલ નંબર વન બેટર બની ગયો છે. નોંધનીય છે કે 951 દિવસથી બાબર આઝમ નંબર વન હતો, પરંતુ હવે શુભમન ગિલે તેને પછાડી દીધો છે અને વનડેનો નંબર વન બેટર બની ગયો છે. શુભમન ગિલના 830 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બાબર આઝમના 824 રેટિંગ પોઈન્ટ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી 770 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 739 રેટિંગ પોઈન્ટ છે અને તે છઠ્ઠા સ્થાન પર છે. 

— ICC (@ICC) November 8, 2023

બોલરોમાં સિરાજ નંબર-1
ODI બોલરોમાં મોહમ્મદ સિરાજ નંબર વન પર પહોંચી ગયો છે. સિરાજના 709 રેટિંગ પોઈન્ટ છે. તો મોહમ્મદ શમી ટોપ-10 વનડે બોલરોમાં પહોંચી ગયો છે. શમી 635 પોઈન્ટ સાથે 10માં સ્થાને છે. શમીએ આઈસીસી વિશ્વકપમાં ચાર મેચ રમી 16 વિકેટ ઝડપી છે. જેમાં બે વખત પાંચ વિકેટ પણ સામેલ છે. શમી સિવાય કુલદીપ ચોથા સ્થાન પર છે. રાશિદ ખા અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news