મંધાનાનો ધમાકો, T-20માં સૌથી ઝડપી અર્ધસદીના રેકોર્ડની બરોબરી કરી

ઈંગ્લેન્ડની વુમેન્સ ક્રિકેટ સુપર લીગ  (Kia Super League- KSL)માં સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી ત્રણ ઈનિંગમાં સર્વાધિક 11 સિક્સ ફટકારી હતી. મંધાનાએ લીગમાં ગત સપ્તાહે ડેબ્યૂ કર્યું હતું. 
 

મંધાનાનો ધમાકો, T-20માં સૌથી ઝડપી અર્ધસદીના રેકોર્ડની બરોબરી કરી

લંડનઃ ભારતની સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ટી-20 મેચ દરમિયાન ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ રમી છે. 22 વર્ષની મંધાનાએ મહિલા ટી-20માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 

મંધાનાએ ઈંગ્લેન્ડની વુમેન્સ ક્રિકેટ સુપર લીગ  (Kia Super League- KSL)માં 18 બોલમાં અર્ધસદી ફટકારી. આ સાથે તેણે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનની બરોબરી કરી લીધી, જેણે 2005માં ભારત વિરુદ્ધ ટી-20 ઇન્ટરનેશનલમાં આટલા જ બોલમાં અર્ધસદી ફટકારી હતી. 

ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી
- પુરૂષ ટી-20માં યુવરાજ સિંહ અને ક્રિસ ગેલ 12 બોલમાં અર્ધસદી ફટકારી ચૂક્યા છે. 

- મહિલા ટી-20માં સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાએ 18 બોલમાં અર્ધસદી ફટકારી છે. 

રવિવારે ટાઉન્ટનના ધ કૂપર એસોસિએટ્સ કાઉન્ટી ગ્રાઉન્ડમાં વેસ્ટર્ન સ્ટોર્મની તરફથી ઉતરેલી મંધાનાએ લોફબોરો લાઇટનિંગ વિરુદ્ધ 19 બોલમાં 52 રન ફટકાર્યા. પોતાની ઈનિંગમાં તેણે ચાર સિક્સ અને પાંચ ફોર ફટકારી. 

🎥 Highlights as @WesternStormKSL beat Loughborough Lightning: https://t.co/G6F2do8HS4 pic.twitter.com/vOuDjkBZbn

— England and Wales Cricket Board (@ECB_cricket) July 29, 2018

આ સાથે તેણે KSLના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધીસદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ લીગમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ 22 બોલનો હતો, જેને પોતાની ટીમની સાથે રેચલ પ્રીસ્ટે ગત સીઝનમાં બનાવ્યો હતો. 

મંધાનાની ધમાકેદાર ઈનિંગની મદદથી વેસ્ટર્ન સ્ટોર્મની ટીમે 6-6 ઓવરના મેચમાં 85/2 રન બનાવ્યા. જવાબમાં લોફબોરો લાઇટનિંગની ટીમ નિર્ધારિત 6 ઓવરમાં 67/0 રન બનાવી શકી. વરસાદને કારણે ટી-20 મચે 6 ઓવરની કરવામાં આવી હતી. 

મંધાનાએ KSLમાં ગત સપ્તાહે ડેબ્યૂ કર્યું હતું. લીગમાં મંધાનાની આ ત્રીજી ઈનિંગ છે. આ પહેલા તે 48 અને 37 રન બનાવી ચુકી છે. મહિલા ક્રિકેટ લીગ (KSL)નું આયોજન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) કરે છે. સ્મૃતિ મંધાના આ લીગમાં રમનારી પ્રથમ ભારતીય ક્રિકેટર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news