ગાંગુલીએ ઇમરાનને આપી શુભેચ્છા, કહ્યું- લાંબા સમયથી લડી રહ્યાં હતા લડાઇ

દિગ્ગજ ક્રિકેટર ઇમરાન ખાનને કહ્યું કે, ચૂંટણીમાં સફળતા મેળવવા પર શુભેચ્છા, જેના વડાપ્રધાન બનવાની પ્રબળ સંભાવના છે. 

Updated By: Jul 28, 2018, 02:20 PM IST
ગાંગુલીએ ઇમરાનને આપી શુભેચ્છા, કહ્યું- લાંબા સમયથી લડી રહ્યાં હતા લડાઇ

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર ઇમરાન ખાનને ત્યાં ચૂંટણીમાં સફળતા મેળવવા પર શુભેચ્છા આપી, જેના વડાપ્રધાન બનવાની પ્રબળ સંભાવના છે. 

પાકિસ્તાનને 1992માં ક્રિકેટ વિશ્વકપનું ટાઇટલ અપાવનાર ઇમરાન બે દાયકા સુધી લાંબી રાજકીય લડાઇ લડીને આ સફળતા મેળવી તછે. તેની પાર્ટી પાકિસ્તાન તહરીક ઇન્સાફ (પીટીઆઈ)ને દેશની ચૂંટણીમાં સૌથી વધુ સીટ મળી છે. 

બંગાળ ક્રિકેટ એસોસિએશનના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેના અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું, તેમને શુભકામનાઓ. તેઓ લાંબા સમયથી લડાઇ લડતા હતા અને હવે તે પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના છે.