BCCIમા નવો અધ્યાય શરૂ, સૌરવ ગાંગુલીએ પોતાની ટીમ સાથે સંભાળી જવાબદારી

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઔપચારિક રીતે બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી લીધી છે. હવે બોર્ડ સાથે જોડાયેલા તમામ કામકાજ બીસીસીઆઈના ચૂંટાયેલા પ્રતિનિધિ સંભાળશે. 

BCCIમા નવો અધ્યાય શરૂ, સૌરવ ગાંગુલીએ પોતાની ટીમ સાથે સંભાળી જવાબદારી

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને 'રોયલ બંગાલ ટાઇગર'ના નામથી જાણીતા સૌરવ ગાંગુલીએ બુધવારે વિધિવત રૂપથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષનું પદ સંભાળી લીધું છે. આ સાથે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં બોર્ડનું કામકાજ સંભાળી રહેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)નો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે બોર્ડ સાથે જોડાયેલા તમામ કામકાજ બીસીસીઆઈના ચૂંટાયેલા પ્રતિનિધિ સંભાળશે. 

સૌરવ ગાંગુલીની પાસે નવી નવી ઈનિંગ માટે માત્ર 10 મહિનાનો સમય છે ત્યારબાદ તેણે કુલિંગ ઓફ પીરિયડમાં જવું પડશે. 

47 વર્ષીય ગાંગુલીની અધ્યક્ષતા વાળી આ નવી ટીમમાં તેના સિવાય ઉપાધ્યક્ષ પદ પર મહીમ વર્મા, સચિવના રૂપમાં જય શાહ, અરૂણ ધૂમલ (કોષાધ્યક્ષ)ની સાથે કેરલના જયેશ જોર્જ સંયુક્ત સચિવનું પદ સંભાળશે. બુધવારે બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ગાંગુલીએ ઔપચારિક પદભાર સંભાળ્યો હતો. 

— BCCI (@BCCI) October 23, 2019

નવા અધ્યાયની શરૂઆત
વર્ષ 2003મા રમાયેલા વિશ્વ કપમાં ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા રનર્સ અપ રહી હતી. ગાંગુલીને આક્રમક કેપ્ટન ગણવામાં આવતો જે પોતાના સાહસિક નિર્ણયો માટે જાણીતો રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કોઈ પૂર્વ ક્રિકેટરનું બોર્ડના અધ્યક્ષ બનવાથી બીસીસીઆઈમાં નવા અધ્યાયની શરૂઆત થશે. 

ધોનીના ભવિષ્ય પર પણ વાત
હવે નવા અધ્યક્ષ ગુરૂવારે પસંદગી સમિતિની સાથે પોતાની પ્રથમ બેઠક કરશે. ગાંગુલીએ પહેલા જ સંકેત આપ્યા હતા કે આ બેઠકમાં તે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ભવિષ્ય પર પસંદગીકારો સાથે વાત કરી શકે છે. મહત્વનું છે કે ગુરૂવારે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. ગાંગુલીએ સાથે કહ્યું કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ તેની પ્રાથમિકતા રહેશે. 

— ANI (@ANI) October 23, 2019

રાય પોતાના કાર્યકાળથી સંતુષ્ટ
બીસીસીઆઈની એજીએમ બેઠકમાં હાજરી આપવા પહોંચેલા સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે પોતાના કાર્યકાળ પર સંતોષ વ્યક્ત કર્યો છે. રાયે બેઠકમાં સામેલ થતાં પહેલા કહ્યું, 'હું ખુબ સંતુષ્ટ છું.' રાયે આ વાત સુપ્રીમ કોર્ટથી મળેલી પોતાની જવાબદારીને લઈને કહી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news