વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટનો બીજા રાઉન્ડમાં થયો પરાજય

ભારતીય ખેલાડીએ સ્પર્ધાની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે પ્રથમ રાઉન્ડમાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મેટસનને 13-0ના મોટા અંતરથી હરાવી હતી. 

વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટનો બીજા રાઉન્ડમાં થયો પરાજય

નૂર-સુલ્તાન (કઝાકિસ્તાન): એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટે (vinesh phogat) અહીં ચાલી રહેલી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના (world wrestling championship) બીજા રાઉન્ડમાં મંગળવારે હારનો સામનો કરવો પડ્યો છે. બે વખતની વિશ્વ ચેમ્પિયન જાપાનની માયૂ મુકાઇદા એ વિનેશ વિરુદ્ધ 7-0થી જીત મેળવી અને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 

જાપાની ખેલાડીએ પાછલા વર્ષે બુડાપેસ્ટમાં રમાયેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ભારતીય ખેલાડીએ સ્પર્ધાની શરૂઆત જીતની સાથે કરી હતી. મહિલાઓના 53 કિલો ભાર વર્ગમાં વિનેશે પ્રથમ મુકાબલામાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મૈટસનને 13-0ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. 

મેટસને 2016મા રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો હતો. રેફરીએ ટેકનિકલ સુપરિયોરિટીના આધાર પર 25 વર્ષીય વિનેશને વિજેતા જાહેર કરી હતી. 

વિનેશ 50 કિલોથી હવે 53 કિલો ભાર વર્ગમાં રિંગમાં ઉતરે છે. વિનેશ યાસર ડાગુ, પોલેન્ડ ઓપન અને સ્પેન ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news