ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થઇ મહત્વની બેઠક
જન્મ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાની નીરના વઘામણાં કર્યા બાદ ગાંધીનગર રાયસણ ખાતે આવેલા તેમની માતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. માતા હિરા બા સાથે પીએમ મોદી(Pm Modi)એ ભોજન લીધુ હતું. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન સાથે સીએમ(CM) વિજય રૂપાણી(Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી(Dy CM) નીતિન પટેલ(Nitin Patel) બેઠકમાં હાજર રહ્યા હતા.
Trending Photos
ગાંધીનગર: જન્મ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાની નીરના વઘામણાં કર્યા બાદ ગાંધીનગર રાયસણ ખાતે આવેલા તેમની માતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. માતા હિરા બા સાથે પીએમ મોદી(Pm Modi)એ ભોજન લીધુ હતું. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન સાથે સીએમ(CM) વિજય રૂપાણી(Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી(Dy CM) નીતિન પટેલ(Nitin Patel) બેઠકમાં હાજર રહ્યા હતા. જેમા અમદાવાદના(Ahmedabad) મેયર બીજલબેન પટેલ પણ પહોંચ્યા હતા. જ્યારે સીએમઓના(CMO) અગ્ર સચીવ કૈલાસનાથન પણ હાજર રહ્યા હતા.
મહત્વનું છે, કે પીએમ મોદીની રાજભવન ખાતેની બેઠકમાં ગુજરાતના આગામી કાર્યક્રમને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. તથા દેશમાં ચાલી રહેલા ગાંધીજીના 150મી જન્મ જયંતિ અંગેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, આ બેઠકમાં અમદાવાદના મેયર બિજલ બેન પટેલ પણ હાજર રહેવાથી પીએમ મોદીનો આગામી ગુજરાત પ્રવાસ અમદાવાદમાં હશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા
મહત્વનું છે, કે પીએમ મોદીની ગાંધીનગર ખાતેની રાજભવનની બેઠકમાં ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભાની બેઠકો પર ચૂંટણીને લઇને પણ ચર્ચાઓ કરવામાં આવી શકે છે. મહત્વનું છે, કે કાશ્મીરમાં કલમ 370 નાબુદ કર્યા બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જે અંગે ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસ પર અનેક જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી રહી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે