IPL 2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, હવે આ ખેલાડીને મળી કમાન

આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો નિર્ણય લેતા ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવી દીધો છે. 
 

IPL 2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, હવે આ ખેલાડીને મળી કમાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે શનિવારે જાહેરાત કરી કે ડેવિડ વોર્નરને આઈપીએલની આગામી મેચોમાં કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. 2021ની બાકી સીઝન માટે કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે. સનરાઇઝર્સ તરફથી સત્તાવાર નિવેદન આપી કહેવામાં આવ્યુ કે, કેન વિલિયમસન હવે ટીમની કમાન સંભાળશે. મહત્વનું છે કે હૈદરાબાદ માટે આ સીઝન સારી રહી નથી. ટીમ છ મેચમાંથી એક મેચ જીતી શકી છે. 

ફ્રેન્ચાઇઝીએ તે પણ સંકેત આવ્યો છે કે આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે અને ખેલાડીઓના વિદેશી સેટમાં ચોક્કસ ફેરફાર થશે. તેવામાં ડેવિડ વોર્નરે રાજસ્થાન સામેની મેચમાં બહાર બેસવુ પડી શકે છે. સનરાઇઝર્સે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, કેન વિલિયમસન કાલની મેચ માટે અને આઈપીએલની બાકી મેચો માટે ટીમની કમાન સંભાળશે. ટીમ મેનેજમેન્ટે તે પણ નિર્ણય લીધો છે કે રાજસ્થાન વિરુદ્ધ મેચમાં પોતાના વિદેશી ખેલાડીઓના સંયોજનમાં ફેરફાર થશે. 

— SunRisers Hyderabad (@SunRisers) May 1, 2021

હૈદરાબાદે કહ્યું કે, આ નિર્ણય સરળતાથી લેવામાં આવ્યો નથી, કારણ કે ડેવિડ વોર્નરે ઘણા વર્ષો સુધી ફ્રેન્ચાઇઝી પર જે પ્રભાવ પાડ્યો છે, તેનું મેનેજમેન્ટ સન્માન કરે છે. અમને વિશ્વાસ છે કે વોર્નર મેદાનની અંદર અને બહાર બન્ને જગ્યાએ સફળતા માટે પ્રયાસ કરતો રહેશે. હૈદરાબાદ કાલે રવિવારે અરૂણ જેટલી સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news