શું તમે આ એપનો ઉપયોગ કરો છો? બંધ કરી દેજો! સુરતમાં 26 વર્ષીય યુવકને ચાર શખ્સોએ બોલાવીને...

26 વર્ષીય યુવકને વરાછા બોલાવી ચાર શખ્સોએ બ્લેકમેલિંગ કરી ગૂગલ એપ્લિકેશનથી 17,110 રૂપિયા બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પોલીસે આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરી હતી. જયારે બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

શું તમે આ એપનો ઉપયોગ કરો છો? બંધ કરી દેજો! સુરતમાં 26 વર્ષીય યુવકને ચાર શખ્સોએ બોલાવીને...

ઝી બ્યુરો/સુરત: ગ્રીન્ડર એપનો ઉપયોગ કરી ગે સાથીનો સંપર્ક કરી 26 વર્ષીય યુવકને વરાછા બોલાવી ચાર શખ્સોએ બ્લેકમેલિંગ કરી ગૂગલ એપ્લિકેશનથી 17,110 રૂપિયા બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પોલીસે આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરી હતી. જયારે બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરનો વતની અને હાલ માતાવાડી વિસ્તારમાં રહી એમ્બ્રોઇડરનું કામ કરતો ૨૬ વર્ષીય યુવક ગ્રીન્ડર એપ ડાઉનલોડ કરી પોતાના જેવો જ સાથી સાથે સંસર્ગ કરી શકાય તે માટે નિયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ લખતાં વરાછા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ દેખાયા હતા. 12મીએ તેણે હિતેશ બારૈયા નામના પ્રોફાઈલ ધારક સાથે ચેટ શરૂ કરી હતી. હિતેશે તેને રાત્રે બે વાગ્યે કોલ કરી મળવા બોલાવ્યો હતો. 

જોકે સવારે વરાછા મારુતિ ચોક ગોપાલ શૂઝ પાસે મળવાનું નક્કી થયું હતું. બપોરે સાડા બાર વાગ્યે ત્યાં પહોંચેલા આ યુવકને હિતેશ બારૈયા પોતાની સાથે બેસાડી ઘનશ્યામનગર શેરી નંબર 32માં એક મકાનના ચોથા માળે લઇ ગયો હતો. અહીં બંને વ્યસ્ત હતા ત્યારે ત્રણ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. ખોટું કરો છો તેવી દમદાટી આપી આ યુવકનો મોબાઈલ ફોન આંચકી લઇ તેની પાસેથી ગૂગલ-પેનો પાસવર્ડ માંગી લઈ બે એકાઉન્ટમાં 17,110 ટ્રાન્સફર કરી એપ પણ ડિલીટ કરી નાંખી હતી. 

ઘરે ગયા બાદ ફરીથી ગૂગલ-પે ડાઉનલોડ કરતાં પોતાના એકાઉન્ટમાંથી નાણં ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું. ત્રણ દિવસના મનોમંથન બાદ પત્નીને લઇ આ યુવક વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની સાથે થયેલી ઘટનાને લઇ ગુનો નોંધાવતાં પોલીસે આરોપી હિતેશ બારૈયા અને નીતિન બારૈયાની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news