T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાનો આ ધાકડ બેટ્સમેન હાલ મચાવે છે ગદર, એક સમયે પોલીસે કરી હતી ધરપકડ

ટી20 વર્લ્ડ કપની પહેલી વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં પોતાના ઈરાદા જાહેર કરી દીધા. 

Updated By: Oct 19, 2021, 08:33 AM IST
T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાનો આ ધાકડ બેટ્સમેન હાલ મચાવે છે ગદર, એક સમયે પોલીસે કરી હતી ધરપકડ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપની પહેલી વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં પોતાના ઈરાદા જાહેર કરી દીધા. ભારતના બેટ્સમેન ઈશાન કિશને તોફાની તેવર દેખાડતા 46 બોલમાં 70 રન ફટકાર્યા જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. ઈશાન કિશનની આ ઈનિંગ બાદ કેપ્ટન વિરાટ કોહલીનું ટેન્શન વધી ગયું છે કે રોહિત શર્મા સાથે ઓપનિંગમાં કે એલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામા આવે અથવા તો પછી તોફાન મચાવી રહેલા ઈશાન કિશનને. ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. 

ઈશાન કિશનની થઈ હતી ધરપકડ
એકવાર કાર અકસ્માતના કારણે ઈશાન કિશનની લોકોએ પીટાઈ કરી હતી. પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં ઈશાન કિશન એક કાર અકસ્માતના પગલે જેલના સળિયા પાછળ ગયો હતો. ઈશાન તે સમયે ભારતની અંડર 19 ટીમનો કેપ્ટન હતો. હકીકતમાં ઈશાને તેની કાર એક ઓટોરિક્ષાને ઠોકી હતી. કાર પૂરપાટ ઝડપમાં હોવાના કારણે આ ટક્કરથી રિક્ષામાં બેઠેલા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈશાનની આ હરકતના કારણે પટણા પોલીસે તેની ધરપકડ કરી હતી. 

લોકોએ કરી હતી ખુબ પીટાઈ
ઈશાનની કાર જેવી ઓટો રિક્ષા સાથે ટકરાઈ કે ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ભીડે ઈશાનનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો. ઈશાને ત્યારબાદ લોકો સાથે હાથાપાઈ કરવાની શરૂ કરી હતી. આ લડાઈમાં ઈશાનને લોકોએ ખુબ માર્યો. ત્યારબાદ પોલીસે મામલો ઉકેલ્યો. પોલીસે તે સમયે ઈશાન સાથે અનેક અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. 

J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ

ઈશાને તોફાન મચાવી દીધુ
ઈંગ્લેન્ડ સામે રમાયેલી વોર્મઅપ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા  બેટિંગ કરતા 188 રન કર્યા. જેમાં જોની બેયરસ્ટો (36 બોલમાં 49 રન) અને મોઈન અલી (20 બોલમાં 43 રન)એ મહત્વનું યોગદાન આપ્યું. ભારત તરફથી મોહમ્મદ શમીએ 40 રન આપીને 3 વિકેટ લીધી. રાહુલે 24 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 51 રન કર્યા જ્યારે ઈશાને 46 બોલમાં 70 રન કર્યા. જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ રહ્યા. આ બંનેએ પહેલી વિકેટ માટે 50 બોલમાં 82 રન જોડ્યયા. છેલ્લે ઋષભ પંતે (14 બોલમાં અણનમ 29 રન) અને હાર્દિક પંડ્યા (10 બોલમાં અણનમ 16 રન)એ ટીમનો સ્કોર 19 ઓવરમાં 3 વિકેટના ભોગે 192 રને પહોંચાડ્યો. 

ઈશાને પ્લેઈંગ ઈલેવન માટે દાવો ઠોક્યો
રોહિત શર્માને આ મેચમાં આરામ અપાયો હતો અને તેની જગ્યાએ ઈશાને ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે મજબૂતીથી પોતાનો દાવો રજુ કર્યો. રાહુલ અને ઈશાને પહેલી ત્રણ ઓવરમાં સ્થિતિને જોયા બાદ આક્રમક  તેવર અપનાવ્યા. ક્રિસ વોક્સે ઈનિંગની ત્રીજી ઓવરમાં ઈશાનનો કેચ છોડ્યો. વોક્સ પછી ઓવર નાખવા આવ્યો તો રાહુલે તેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાથી 18 રન મેળવી લીધા. 

યુવરાજ સિંહ બાદ હવે આ અભિનેત્રીની થઈ ધરપકડ, નામ જાણી ચોંકશો, જાણો શું છે મામલો

ઈશાન કિશને ઈંગ્લેન્ડની ટીમના છોતરા ઉડાવી દીધા
ઈશાને માર્ક વુડની આગામી ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી દીધો. રાહુલે ક્રિસ જોર્ડન અને મોઈનનું સ્વાગત છગ્ગાથી કર્યું. તેણે વુડનો બોલ એકસ્ટ્રા કવર પર ચાર રન માટે મોકલીને અડધી સદી પૂરી કરી. પરંતુ આગામી બોલ પણ કવરની ઉપરથી મારવામાં કેચ આપી બેઠો. ઈશાને પોતાનું ફોર્મ અને ક્લિન હિટિંગ ચાલુ રાખ્યું. તેણે ઈનિંગની 12મી ઓવરમાં આદિલ રાશિદની બોલિંગમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકારી ઈંગ્લેન્ડની વચ્ચેની ઓવરોની રણનીતિમાં ગાબડું પાડ્યું. ઈશાને છગ્ગો ફટકારીને જ અડધી સદી પૂરી કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube