T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો ખતરો! ઘાતક ફોર્મમાં છે ટીમ ઈન્ડિયાના 'દુશ્મન'

પાકિસ્તાનની ટીમમાં પણ એવા ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે, જે હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યા છે. જે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુ:ખાવો બની શકે છે.

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો ખતરો! ઘાતક ફોર્મમાં છે ટીમ ઈન્ડિયાના 'દુશ્મન'

T20 World Cup 2021: ક્રિકેટના દિવાના દરેક પ્રશંસકો માટે હવે આતુરતાનો અંત આવનાર છે. 24 ઓક્ટોબરે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan)ની મેચ હાઈવોલ્ટેજ મુકાબલો ગણાઈ રહ્યો છે. દરેક વખતની જેમ બન્ને ટીમો એકવાર ફરી લાંબા સમય પછી ICC ટૂર્નામેન્ટમાં એકબીજા સામે આમને સામને ટકરાશે. આ મુકાબલો જીતવાના પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયાને જ માનવામાં આવી રહ્યું છે. અત્યારથી બુકી બજારમાં ટીમ ઈન્ડિયાનો ભાવ ઉંચો છે. પરંતુ હાલ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન મેચ (India Pakistan match) પહેલા ટીમ ઈન્ડિયા (Team India) માટે એક મોટો ખતરો મંડરાયો છે. પાકિસ્તાનની ટીમમાં પણ એવા ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે, જે હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યા છે. જે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુ:ખાવો બની શકે છે.
 
જબરદસ્ત ફોર્મમાં દેખાઈ રહી છે પાકિસ્તાની ટીમ
ભારત વિરુદ્ધ મોટા મુકાબલા પહેલા પાકિસ્તાનની ટીમ પૂર્વ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વાર્મઅપ મેચમાં ઉતરી છે. આ મેચને પાકિસ્તાનને એકતરફી રીતે 7 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી છે. આ મેચને જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે  પાકિસ્તાનની ટીમ પણ આ વખતે વર્લ્ડ કપમાં પુરી તૈયારીઓ અને અનેક રણનીતિઓ સાથે ઉતરી છે. પરંતુ ખાસ વાત એ છે કે પાકિસ્તાન ટીમમાં  બે બેટ્સમેન એવા પણ છે, જે હાલ ખુબ જ ખતરનાક રૂપમાં જોવા મળી રહ્યા છે અને તેનાથી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે. પાકિસ્તાનના બન્ને ખેલાડીઓથી ભારતીય ટીમને પણ ઘણો ખતરો મંડરાયેલો છે.

ભારત-PAK મેચ પહેલા વિ્રાટ કોહલીના નિવેદનથી ખળભળાટ, કોણ કરશે ઓપનિંગ?

ખતરનાક ફોર્મમાં ચાલી રહ્યા છે બેટ્સમેન
પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમ અને તાબડતોડ બેટ્સમેન ફખર જમાં હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આ બન્ને બેટ્સમેનોના ફોર્મને જોતા ભારત માટે એક મોટો ખતરો સામે આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે માત્ર 41 બોલમાં 50 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે ફખરની વાત કરવામાં આવે તો તેણે વિસ્ફોટક અંદાજમાં માત્ર 24 બોલમાં અણનમ 46 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થાય છે.

પહેલા પણ તોડ્યું છે ભારતનું સપનું
ભારતને પાકિસ્તાન સામેની મેચમાં સાવધ રહેવાની જરૂર છે. પાકિસ્તાની ખેલાડી ફખર જમાં ભારત માટે પહેલા પણ ખતરો બની ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે 2017 ચેમ્પિયન્સ ટ્રૉફી ફાઈનલમાં ફખરે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ શાનદાર સદી ફટકારીની પોતાની ટીમને જીતાડી હતી.
   
વર્લ્ડ કપમાં ક્યારેય નથી જીત્યું પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનની વચ્ચે T20 વર્લ્ડ કપમાં 5 મેચ રમાઈ છે, જેમાં આજ સુધી પાકિસ્તાન ટીમ ઈન્ડિયાને હરાવી શક્યું નથી. 24 ઓક્ટોબરે  બન્ને ટીમો 2 વર્ષ પછી આમને સામને ટકરાશે. છેલ્લે 2019માં ભારત અને પાકિસ્તાનની  વચ્ચે વન ડે વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વનડે વર્લ્ડ કપમાં પણ ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે રહ્યું છે. 7 મેચમાં ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતી શક્યું નથી.

24 તારીખે થશે મહામુકાબલો
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં 5  મેચ રમાઈ છે, જેમાં આજ સુધી પાકિસ્તાન ભારત સામે જીતી શક્યું નથી. 24 ઓક્ટોબરે બન્ને ટીમો 2 વર્ષ પછી આમને સામને હશે. ગત વર્ષ 2019માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વનડે વર્લ્ડકપમાં મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને મોટા  માર્જિનથી હરાવ્યું હતું. વન ડે વર્લ્ડ કપમાં પણ ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news