T20 World Cup: પાકિસ્તાને આ રીતે ભારતનું કામ એકદમ સરળ કરી દીધુ, કેવી રીતે તે ખાસ જાણો

પાકિસ્તાને મંગળવારે પોતાની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને પણ ધૂળ ચટાડી દીધી અને સેમીફાઈનલનો રસ્તો મજબૂત કર્યો છે.

T20 World Cup: પાકિસ્તાને આ રીતે ભારતનું કામ એકદમ સરળ કરી દીધુ, કેવી રીતે તે ખાસ જાણો

નવી દિલ્હી: રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે એકતરફી હારનો સામનો કરવો પડ્યો. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને પાકિસ્તાને 10 વિકેટથી હરાવી. આ સજ્જડ હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ. ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે છે. બીજી બાજુ પાકિસ્તાને મંગળવારે પોતાની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને પણ ધૂળ ચટાડી દીધી અને સેમીફાઈનલનો રસ્તો મજબૂત કર્યો છે. પાકિસ્તાને જો કે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતનું કામ સરળ બનાવ્યું છે. જો હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવી દે તો તે સેમી ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાની રેસમાં આગળ થઈ જશે. 

પાકિસ્તાને ભારતનું કામ સરળ કર્યું
ભારતે ટુર્નામેન્ટમાં રહેવા માટે ન્યૂઝીલેન્ડ સામેની આગામી મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી જ પડશે. ન્યૂઝીલેન્ડને હરાવતા જ ભારતનું કામ ખુબ સરળ થઈ જશે. ત્યારબાદ તેની મેચો અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે છે. નબળી ટીમો વિરુદ્ધ પોતાની બાકીની 3 મેચો જીતીને ભારત સેમીફાઈનલમાં પહોંચી જશે. ગ્રુપની દરેક ટીમે 5 મેચ રમવાની છે. પાકિસ્તાનની ટીમ પોતાની પાંચેય મેચ જીતી શકે છે. જ્યારે ભારત પોતાની 4 મેચ જીતી શકે છે. ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે છે. 

ભારતે રહેવું પડશે સાવધાન
અફઘાનિસ્તાનની ટીમ ભલે સેમી ફાઈનલની સફર નક્કી ન કરી શકે પરંતુ તે ભારત પાકિસ્તાન કે ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમોની ગેમ બગાડી શકે છે. આવામાં ભારતીય ટીમે કોઈ પણ રીતે સતર્ક રહેવું પડશે. ભારતે નાની ટીમોથી વધુ સાવધ રહેવું પડશે, ખાસ કરીને અફઘાનિસ્તાનથી. અફઘાનિસ્તાન મોટી મોટી ટીમોને હરાવી શકે છે. 2019ના વર્લ્ડ કપમાં પણ ભારત અફઘાનિસ્તાનના હાથે હારતા હારતા બચ્યું હતું. 

દમદાર વાપસી કરવી પડશે
અત્રે જણાવવાનું કે રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે એકતરફી હારનો સામનો કરવો પડ્યો. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને પાકિસ્તાને 10 વિકેટથી હરાવી. આ સજ્જડ હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ. ભારતની હવે પછીની મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. જો આ મેચ પણ ટીમ ઈન્ડિયા હારી જાય તો તેના પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news