ભારતની સેમીફાઈનલમાં વરસાદ વિલન બને તો? કેમ નથી રખાયો રિઝર્વ ડે? આ સ્થિતિમાં કોણ જીતે?

T20 World Cup 2024: સુપર-8ના રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત આ રીતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોચ્યું છે. એવામાં સેમીફાઈનલને લઈને અનેક સવાલો ઉભી કરી રહ્યાં છે મુંજવણ, જાણો વિગતવાર...

ભારતની સેમીફાઈનલમાં વરસાદ વિલન બને તો? કેમ નથી રખાયો રિઝર્વ ડે? આ સ્થિતિમાં કોણ જીતે?

T20 World Cup 2024: આ વખતે યુએસએ અને વેસ્ટ ઈન્ડિયઝની ધરતી પર સંયુક્ત રીતે ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં પહેલીવાર અમેરિકાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ટીમો ક્રિકેટ રમી. એટલું જ નહીં પહેલીવાર યજમાન ટીમ તરીકે અમેરિકાની ટીમ પણ મેદાનમાં ઉતરી...જોકે, લીગ મેચો અમેરિકામાં રમાઈ ચુકી છે. સુપર-8નો રાઉન્ડ મોટેભાગે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયો. આગળ સેમીફાઈનલ અને ફાઈનલ પણ કેરેબિયન ધરતી પર જ રમાશે. આ સ્થિતિમાં સુપર-8માં હાલ ભારતની સ્થાન સૌથી ઉપર છે. 

કારણકે, ભારત વર્લ્ડકપમાં લીગની તમામ મેચો જીતીને લીગમાં સૌથી ઉપર છે. ત્યારે હવે એક સવાલ એ પણ છેકે, જો ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચમાં વરસાદ વિલન બને તો શું થાય? જો વરસાદ પડે તો મેચ માટે કોઈ રિઝર્વ ડે કેમ નથી રાખવામાં આવ્યો? વરસાદ પડે અને મેચ રદ્દ થઈ જાય તો કોને જીત આપવામાં આવશે? ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો તમામ સવાલોના જવાબ....

ભારત સેમીફાઈનલમાં હવે ચાલ્યુ ગયું છે અને તે ઈંગ્લેડ સામે ટકરાશે. આ બંને ટીમ બીજી સેમીફાઈનલમાં રમશે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. હકીકતમાં,આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા, જ્યારે બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે ન રાખવાનો મુદ્દો સામે આવ્યો, ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન એ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે મેચ તે જ દિવસે પૂર્ણ થશે.

ICC દ્વારા તૈયાર કરવામાં આવેલા શેડ્યૂલની વર્લ્ડ કપની શરૂઆત પહેલા ટીકા કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડેની ગેરહાજરી એક મોટો મુદ્દો બની ગયો હતો. અત્યાર સુધી ટી-20 વર્લ્ડ કપ 2024ની ચાર મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી અને વરસાદને કારણે બીજી ઘણી મેચોમાં વિક્ષેપ પણ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. તો બીજી તરફ ભારત પણ હવે સેમિફાઈનલની રેસમાં પહોંચી ગયુ છે. હાલ વેસ્ટ ઈન્ડિઝમાં ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી, ચાલો જાણીએ કે જો ભારતની સેમીફાઈનલ મેચ વરસાદથી પ્રભાવિત થાય તો શું થશે. શું આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે કે નહીં? 

ભારત સેમીફાઈનલમાં હવે ચાલ્યુ ગયું છે અને તે ઈંગ્લેડ સામે ટકરાશે. આ બંને ટીમ બીજી સેમીફાઈનલમાં રમશે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. હકીકતમાં,આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા, જ્યારે બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે ન રાખવાનો મુદ્દો સામે આવ્યો, ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન (ICC) એ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે મેચ તે જ દિવસે પૂર્ણ થશે. કોઈપણ કિસ્સામાં. બીજી સેમિ-ફાઇનલ મેચ માટે કોઈ અનામત દિવસ રાખવામાં આવ્યો ન હતો, પરંતુ મેચ પૂર્ણ કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય ચોક્કસપણે ઉમેરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ઓવરોમાં ઘટાડો પણ શક્ય છે, પરંતુ તે જ દિવસે મેચ પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. પરંતુ જો બીજી સેમિ-ફાઇનલ મેચ રદ થાય છે, તો આવી સ્થિતિમાં સુપર-8માં પોઇન્ટ ટેબલમાં બંને ટીમોમાંથી જે ટોચ પર રહેલી ટીમ હશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે.

ક્યારે શરૂ થશે બીજી ફાઈનલ?
બીજી સેમિફાઇનલ વેસ્ટ ઇન્ડિઝના સમય મુજબ સવારે 10.30 વાગ્યે શરૂ થશે…બીજી સેમી ફાઈનલ અને ફાઈનલની શરૂઆતનો સમય પણ હાલ મોટા વિવાદનું કારણ બની ગયો છે. બીજી સેમિફાઇનલ વેસ્ટ ઇન્ડિઝના સમય મુજબ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો કે, T20 મેચ પૂર્ણ થવામાં લગભગ 4 કલાક લાગે છે, જેનો અર્થ છે કે બીજી સેમિ-ફાઇનલ મેચ વેસ્ટ ઈન્ડિઝના સમય મુજબ બપોરે 3 વાગ્યે સમાપ્ત થશે.  

24 કલાકની અંદર ફાઇનલ મેચ પણ રમાવાની છે. તેથી બીજી સેમિફાઇનલ જીતનારી ટીમે આ 24 કલાકમાં જ આરામ કરવો પડશે, હોટેલની મુસાફરી કરવી પડશે અને પછી સવારે મેદાનમાં પરત આવીને પ્રેક્ટિસ પણ કરવી પડશે. તેથી, બીજી સેમિફાઇનલ જીતનારી ટીમ માટે આ શેડ્યૂલ બહુ મોટી સમસ્યા બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news