ગુજરાતના જાણીતા ભજનશ્રેષ્ઠીએ પોતાનો 67મો જન્મદિન યાદગાર બનાવ્યો, 174 લોકો માટે કર્યું આ કામ

ભારતનું ગૌરવ ભજનિક હેમંત ચૌહાણના 67મા જન્મદિન અવસરે રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. રાજકોટના અગ્રણી કલાકારો, ફિલ્મ અભિનેતાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના જાણીતા ભજનશ્રેષ્ઠીએ પોતાનો 67મો જન્મદિન યાદગાર બનાવ્યો, 174 લોકો માટે કર્યું આ કામ

ગૌરવ દવે/ રાજકોટ: આજે સમગ્ર ગુજરાત તેમજ ભારતનું ગૌરવ ભજનિક હેમંત ચૌહાણના 67મા જન્મદિન અવસરે રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. રાજકોટના અગ્રણી કલાકારો, ફિલ્મ અભિનેતાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આજે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં અનેક રક્તદાતાઓએ પોતાના લોહીનું અમૂલ્ય દાન કરી સમાજમાં માનવતાનું ઉદાહરણ આપ્યું હતું. હેમંત ભાઈના પરિવારજનોએ પણ રક્તદાન કરી આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોરોનાકાળ પછી રક્તની અવિરત જરૂર હોવાથી હેમંત ભાઈએ સર્વેને રક્તદાન માટે અપીલ કરી હતી.

No description available.

અત્રે નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ સંસ્થા તેમજ વિનય જસાણીએ સમગ્ર રક્તદાનની જવાબદારી ઉપાડી હતી. રાજકોટની સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલના જયેશભાઇ ઉપાધ્યાયએ પણ દરેક રક્તદાતાને પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ સહયોગ Hdfc બેંક તરફથી મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news