PAK vs AUS: કોને મળશે ફાઈનલની ટિકિટ? આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી સેમીફાઇનલ
ટી20 વિશ્વકપની બીજી સેમીફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Trending Photos
દુબઈઃ પાકિસ્તાનની ટીમ પોતાના બીજા ટાઇટલ તરફ આગળ વધી રહી છે, પરંતુ આજે અહીં ટી20 વિશ્વકપના બીજા સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો માર્ગ સરળ રહેશે નહીં કારણ કે આરોન ફિન્ચની ટીમે ખરા સમયે લય હાસિલ કરી લીધી છે. વિશ્વ ટી20 2016ના પ્રથમ રાઉન્ડમાં બહાર થયા બાદ પાકિસ્તાને આ વખતે સારૂ પ્રદર્શન કર્યું છે.
બાબર આઝમની આગેવાનીવાળી 2009ની ચેમ્પિયન પાકિસ્તાન હાલની ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ છે, જેણે અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો નથી. બંને ટીમો 2010ના ટી20 વિશ્વકપ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ માઇક હસીની શાનદાર બેટિંગની મદદથી રોમાંચક મુકાબલામાં જીત મેળવી હતી. યૂએઈમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ દબાવમાં સારૂ પ્રદર્શન કરી રહી છે અને અહીંની પરિસ્થિતિથી વાકેફ છે.
યૂએઈ પાકિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ
વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ બસ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ નહીં અને દેશે યૂએઈમાં પોતાની ઘરેલૂ મેચ રમી. પાકિસ્તાન સુપર લીગની ઘણી સીઝનનું આયોજન પણ યૂએઈમાં થયેલું છે. ભારત વિરુદ્ધ ઐતિહાસિક જીતથી અભિયાન શરૂ કરનારી પાકિસ્તાનની ટીમ અજેય જોવા મળી રહી છે અને ન્યૂઝીલેન્ડ તથા અફઘાનિસ્તાન સામે વિરુદ્ધ પરિસ્થિતિમાં જીત મેળવી જુસ્સો દેખાડી ચુકી છે.
બાબર આઝમ પાકિસ્તાનની તાકાત
ટૂર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોર બાબર (264) ની આગેવાનીમાં પાકિસ્તાનનો ટોપ ક્રમ મજબૂત છે. બાબર ચાર અડધી સદી ફટકારી ચુક્યો છે અને ટીમે તેની પાસે ફરી સારા પ્રદર્શનની આશા હશે. ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ મજબૂત છે એટલે પાકિસ્તાનને પડકાર મળી શકે છે.
લોઅર ઓર્ડર પણ લયમાં
બાબર અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડી જો નિષ્ફળ રહે તો પાકિસ્તાનની પાસે મધ્યમ ક્રમમાં ઘણા મેચ વિજેતા છે જેમાં લાંબી સિક્સ ફટકારનાર આસિફ અલી અને અનુભવી શોએબ મલિક અને મોહમ્મદ હફીઝ બધા લયમાં છે. ટીમ પરંતુ ફખર જમાન પાસે સારા પ્રદર્શનની આશા કરશે, જે અત્યાર સુધી ખાસ પ્રભાવ છોડી શકયો નથી.
બોલિંગ પણ મજબૂત
પાકિસ્તાનના બોલિંગ આક્રમણે પણ બધાને પ્રભાવિત કર્યા છે. ફાસ્ટ બોલરોમાં શાહીન શાહ અફરીદી અને હારિસ રાઉફે વિરોધી બેટરોને પરેશાન કર્યા છે પરંતુ હસન અલી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. બાબરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં હસન પાસે સારા પ્રદર્શનની આશા છે. ઇમાદ વસીમ, મોહમ્મદ હફીઝ અને શાદાબ ખાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સ્પિન વિભાગમાં કેપ્ટન બાબરના મુખ્ય હથિયાર હશે.
સ્પિન ઓસ્ટ્રેલિયાની ખામી
સ્પિન વિરુદ્ધ અનેકવાર ઓસ્ટ્રેલિયાની ટીમે પરેશાનીનો સામનો કર્યો છે. બીજીતરફ 2010ની રનર્સઅપ કાંગારૂ ટીમ ખરા સમયે ફોર્મમાં આવી છે અને તે અહીં ટાઈટલ જીતી આઈસીસીની તે ટૂર્નામેન્ટ જીતવા ઈચ્છશે, જેને અત્યાર સુધી જીતી શકી નથી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પરાજય સિવાય ફિંચની આગેવાનીવાળી ટીમે પોતાના બાકી મુકાબલામાં દબદબો બનાવી રાખતા જીત મેળવી છે અને દક્ષિણ આફ્રિકાને પછાડી સેમીમાં જગ્યા બનાવી છે.
વોર્નર-ફિન્ચની જોડી પર આધાર
ઓસ્ટ્રેલિયાની પાસે જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સની હાજરીમાં મજબૂત બોલિંગ લાઇનઅપ છે, જ્યારે મિડલ ઓવરોમાં સ્પિનર એડમ ઝમ્પાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શે ટીમને બોલથી સફળતાઓ અપાવી છે અને તેની પાસે સ્પિનર એશ્ટન અગરને રમાડવાની પણ તક હશે. ડેવિડ વોર્નરની ફોર્મમાં વાપસીથી ઓસ્ટ્રેલિયાને મજબૂતી મળી છે. ટૂર્નામેન્ટ પહેલા ખરાબ ફોર્મમાં રહેલા વોર્નરે બે અડધી સદી ફટકારી છે, જેણે છેલ્લી મેચમાં અણનમ 89 રન બનાવ્યા હતા.
ટોસ હશે મહત્વનું ફેક્ટર
વોર્નર અને ફિંચની ઓપનિંગ જોડી કોઈપણ બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. ત્રીજા નંબર પર માર્શ સારા ફોર્મમાં છે. જલદી વિકેટ ગુમાવવાની સ્થિતિમાં વિશ્વાસપાત્ર સ્ટીવ સ્મિથ પર ઈનિંગને સ્થિરતા આપવાનો દારોમદાર હશે. તેની સ્ટ્રાઇક રેટ પરંતુ આશા પ્રમાણે રહી નથી. આ મેદાન પર લક્ષ્યનો પીછો કરતી ટીમને વધારે સફળતા મળી છે, તેવામાં ટોસ એકવાર ફરી મહત્વની ભૂમિકા ભજવશે.
બંને ટીમ આ પ્રકારે છે
ઓસ્ટ્રેલિયાઃ આરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, જોશ ઇંગલિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, મિશેલ સ્પેપસન, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.
પાકિસ્તાનઃ બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, સરફરાઝ અહમદ, શાહીન શાહ અફરીદી અને શોએબ મલિક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે