વિશ્વ કપ માટે રવાના થતાં પહેલા સાંઈના દરબારમાં પહોંચ્યા કોચ શાસ્ત્રી

ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે આજે શિરડી પહોંચીને સાંઈ બાબા પાસે ટીમના વિશ્વકપ મિશન માટે આશીર્વાદ લીધા હતા. 
 

વિશ્વ કપ માટે રવાના થતાં પહેલા સાંઈના દરબારમાં પહોંચ્યા કોચ શાસ્ત્રી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા બુધવારે વિશ્વકપ માટે રવાના થવાની છે. ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમે મીડિયાની સાથે પત્રકાર પરિષદ કરી હતી. તેની થોડી કલાકો પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર આજે શિરડી પહોંચીને સાંઈ બાબા પાસે વિશ્વ કપ મિશન માટે આશીર્વાદ લીધા હતા. 

ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મંદિર દર્શન અને પોતાના વિમાનની તસ્વીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. કોચ શાસ્ત્રી અને શ્રીધર સિરડી માટે ગૌતમ સિંહાનિયાના ખાનગી વિમાનથી અહીં પહોંચ્યા હતા. તેના માટે શ્રીધરે ગૌતમ સિંહાનિયાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

— R SRIDHAR (@coach_rsridhar) May 21, 2019

વિશ્વ કપમાં જતા પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે ઓલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવે પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે વિશ્વકપ માટે સંપૂર્ણ ફિટ છે. કેદાર આઈપીએલમાં પંજાબ સામે મેચમાં ફીલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. 

આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા વિરાટ કોહલીના નેતૃત્વમાં 15 ખેલાડીઓની સાથે ઈંગ્લેન્ડ રવાના થવાની છે. ટીમ ઈન્ડિયા 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશ્વકપમાં પોતાના મિશનની શરૂઆત કરશે. આ પહેલા ઈંગ્લેન્ડમાં ન્યૂઝીલેન્ડ (25 મે) અને બાંગ્લાદેશ (28 મે) વિરુદ્ધ બે પ્રેક્ટિસ મેચ રમશે. 

વિશ્વ કપ માટે ભારતીય ટીમઃ 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news