Team India: ટી20 વિશ્વકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયાને મળશે બસ આટલી મેચ, જુઓ કાર્યક્રમ

T20 World Cup 2023: આઈસીસી ટી20 વિશ્વકપ આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ ટૂર્નામેન્ટની તૈયારી માટે ટીમ ઈન્ડિયાને માત્ર ગણતરીની મેચ મળવાની છે. 
 

Team India: ટી20 વિશ્વકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયાને મળશે બસ આટલી મેચ, જુઓ કાર્યક્રમ

નવી દિલ્હીઃ ICC T20 World Cup 2023: ટી20 વિશ્વકપના રૂપમાં આગામી ICC ટૂર્નામેન્ટ 6 મહિના બાદ જૂનમાં રમાશે. ટી20 વિશ્વકપ આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. આ ટૂર્નામેન્ટ ખુબ ખાસ રહેવાની છે. આ વખતે ટી20 વિશ્વકપમાં 20 ટીમ રમતી જોવા મળશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પોતાની તૈયારીઓની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝથી કરવા જઈ રહી છે. તો ટીમ ઈન્ડિયાને આ ટૂર્નામેન્ટ માટે પોતાની બેસ્ટ ટીમ પસંદ કરવામાં ખુબ ઓછી મેચ રમશે. 

ટી20 વિશ્વકપની તૈયારી કરવા માટે કેટલી મેચ?
ટી20 વિશ્વકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર  3 મેચની સિરીઝ રમશે. ત્યારબાદ ટીમ 2024ની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. તેવામાં ટીમ ઈન્ડિયાને આ મોટી ટૂર્નામેન્ટની તૈયારી માટે માત્ર 11 ટી20 મેચ મળવાની છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટી20 સિરીઝ
પ્રથમ T20- 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ
બીજી T20- 26 નવેમ્બર, તિરુવનંતપુરમ
ત્રીજી T20- 28 નવેમ્બર, ગુવાહાટી
ચોથી T20- 1 ડિસેમ્બર, નાગપુર
પાંચમી T20- 3 ડિસેમ્બર, હૈદરાબાદ

દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી
પ્રથમ T20- 10 ડિસેમ્બર, ડરબન
બીજી T20- 12 ડિસેમ્બર, કેબેરા
ત્રીજી T20- 14 ડિસેમ્બર, જોહાનિસબર્ગ

અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 શ્રેણી
પ્રથમ T20I- 11 જાન્યુઆરી 2024, મોહાલી
બીજી T20I- 14 જાન્યુઆરી 2024, ઇન્દોર
ત્રીજી T20I- 17 જાન્યુઆરી 2024, બેંગલુરુ

16 વર્ષથી ટી20 વિશ્વકપ નથી જીત્યો
ટીમ ઈન્ડિયાએ છેલ્લા 10 વર્ષથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. તો ટી20 વિશ્વકપ ભારતે છેલ્લે 2007માં જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની પ્રથમ એડિશન હતી, જેમાં એમએસ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ટૂર્નામેન્ટ પોતાના નામે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news