લક્ષ્મણે લોકપાલને મોકલ્યો જવાબ, કહ્યું- અમારી ભૂમિકાને સીઓએએ અત્યાર સુધી નથી જણાવી

લક્ષ્મણે બીસીસીઆઈના લોકપાલ અને નૈતિક અધિકારીને હિતોના ટકરાવ મામલા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો ટકરાવની વાત આવે છે તો હું તેનો વિરોધ કરવા માટે તૈયાર છું. 

Updated By: Apr 29, 2019, 11:06 PM IST
લક્ષ્મણે લોકપાલને મોકલ્યો જવાબ, કહ્યું- અમારી ભૂમિકાને સીઓએએ અત્યાર સુધી નથી જણાવી

નવી દિલ્હીઃ વીવીએસ લક્ષ્મણે હિતોના ટકરાવના મામલામાં વિનોદ રાયના નેતૃત્વવાળી પ્રશાસકોની સમિતિ (સીઓએ) પર સંવાદહીનતાનો આરોપ લગાવ્યો છે. બીસીસીઆઈ લોકપાલ ડીકે જૈનને નોટિસના જવાબમાં તેમણે સીઓએ પર આ આરોપ લગાવ્યો છે. લક્ષ્મણે કહ્યું- સીઓએ ક્રિકેટ એડવાઇઝરી કમેટી (સીએસી)નો ઉપયોગ માત્ર સીનિયર ટીમના કોચની પસંદગી માટે કરે છે. અમારી ભૂમિકાને અત્યાર સુધી વિસ્તારથી જણાવવામાં આવી નથી. અમને વ્યાપક ભૂમિકાનું વચન આપવામાં આવ્યું હતું. 

લક્ષ્મણે બીસીસીઆઈના લોકપાલ અને નૈતિક અધિકારીને હિતોના ટકરાવ મામલા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો ટકરાવની વાત આવે છે તો હું તેનો વિરોધ કરવા માટે તૈયાર છું. 

સીઓએ માટે મળેલા પત્રમાં કાર્યકાળનો ઉલ્લેખ નહીં
તેમણે પોતાના સોગંદનામામાં લખ્યું, 'અમે સાત ડિસેમ્બર 2018ના સીઓએને અમારી ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું, પરંતુ આજ સુધી તેમ થયું નથી.' અમે 2015માં તેને સંબંધિત પત્ર લખ્યો હતો, પરંતુ તેના પર કાર્યકાળના સમયનો ઉલ્લેખ નહતો. તેવામાં તે અપેક્ષા કરવી ન્યાયી છે કે, સીઓએ પાસેથી કોઈ જવાબ મળે કે ક્રિકેટ એડવાઇઝરી કમિટી અસ્તિત્વમાં છે કે નહીં, પરંતુ તેમ થયું નથી. 

ભારતીય ક્રિકેટના વિકાસ માટે સીએસીનો સભ્ય બન્યો
લક્ષ્મણે લખ્યું, 'અમે ભારતીય ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવા માટે કહેવામાં આવ્યું.' તેથી અમે સીએસીના સભ્ય બનવા માટે તૈયાર થયા હતા. સંન્યાસ બાદ ભારતીય ક્રિકેટને સુપર પાવર બનાવવામાં અમારૂ યોગદાન આપવા માટે હું વેતન લેવાથી પણ મનાઇ કરી શકું છું. 

મહિલા ટીમના કોચ પસંદ કરવા માટે 24 કલાકથી પણ ઓછો સમય આપવામાં આવ્યો
લક્ષ્મણે દાવો કર્યો કે, સીઓએના ત્રણ સભ્યોએ સીએસીને મહિલા ટીમના મુખ્ય કોચ પસંદ કરવા માટે ઓછો સમય આપ્યો. તેમણે કહ્યું, ડિસેમ્બર 2018માં મહિલા ટીમના કોચને પસંદ કરવા માટે 24 કલાક કરતા પણ ઓછો સમય આપવામાં આવ્યો. પહેલાથી નક્કી કાર્યક્રમ અને ઓછા સમયને કારણે ત્રણેયે ના પાડી દીધી હતી. ત્યારબાદ કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમાન ગાયકવાડે કોચના રૂપમાં ડબ્લ્યૂવી રમનને પસંદ કર્યાં હતા. 

મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સભ્યએ કરી હતી ફરિયાદ
લક્ષ્મણ સિવાય આ મામલામાં સચિન તેંડુલકર પણ આરોપ લાગ્યો હતો. તેમણે પણ પોતાનો જવાબ લોકપાલને મોકલ્યો છે. તેંડુલકર-લક્ષ્મણને મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર નોટિસ મોકલવામાં આવી હતી. બંન્ને પર આઈપીએલ ટીમમાં સલાહકાર અને સીએસીના સભ્યના રૂપમાં બેવડી ભૂમિકાનો આરોપ લગાવ્યો હતો. 

વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર