સુરત: કૌભાંડી ભજિયાવાલાની 746 કરોડની મિલકતની આવકવેરા વિભાગે કરી હરાજી

નોટબંધી વખતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભજિયાવાલાની 150 જેટલી મિલકતોની હરાજી કરવામાં આવી છે. કૌભાંડી ભજીયાવાલાની આવકવેરા વિભાગ દ્વારા 746 કરોડની મિલ્કતને સીલ કર્યા બાદ તેની હરાજી કરવામાં આવી હતી. આ તમામ પ્રોપટીને બે મહિનામાં આવકવેરા વિભાગ દ્વારા હરાજી કરવામાં આવશે. 

સુરત: કૌભાંડી ભજિયાવાલાની 746 કરોડની મિલકતની આવકવેરા વિભાગે કરી હરાજી

તેજશ મોદી/સુરત: નોટબંધી વખતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભજિયાવાલાની 150 જેટલી મિલકતોની હરાજી કરવામાં આવી છે. કૌભાંડી ભજીયાવાલાની આવકવેરા વિભાગ દ્વારા 746 કરોડની મિલ્કતને સીલ કર્યા બાદ તેની હરાજી કરવામાં આવી હતી. આ તમામ પ્રોપટીને બે મહિનામાં આવકવેરા વિભાગ દ્વારા હરાજી કરવામાં આવશે. 

સુરતમાં નોટબંધી વખતે ભજિયાવાલા દ્વારા કરોડો રૂપિયાની નોટો બદલાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. તેના પુત્રએ જીજ્ઞેશની CBI-EDએ ધરપકડ કરી હતી. આ અંગે ભજીયાવાલા દ્વારા અપીલ પણ કરવામાં આવી જેમાં અપીલમાં પણ તેને જણાવામાં આવ્યું કે, 20 ટકા રકમ તો ભરવી જ પડશે.

કૌભાંડી ભજિયાવાલા દ્વારા કરવામાં આવેલા ગોટાળાની તપાસ સીબીઆઇને સોપવામાં આવી અને સીબીઆઇ દ્વારા જીણવટ પૂર્વક તપાસ કરતા તેની મોટાભાગની મિલકતને ટાંચમાં લેવામાં આવી હતી. જ્યારે હવે આવક વેરા વિભાગ દ્વારા ભજીયાવાલાની કરોડો રૂપિયાની મિલકતની હરાજી કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news