OMG! મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીનું લાઈવ મેચ દરમિયાન પેન્ટ ઉતરી ગયું, જુઓ Video

આઈપીએલ બાદ અનેક વિદેશી ખેલાડીઓ હવે ઈંગ્લેન્ડમાં વાઈટાલિટી બ્લાસ્ટ ટી20 ટુર્નામેન્ટ રમી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી પણ હાલ અહીં ક્રિકેટ રમી રહ્યો છે. આ ખેલાડી સાથે લાઈવ મેચ દરમિયાન એક રોચક બનાવ બન્યો. જેને જોઈને તમે ચોક્કસપણે હસવું રોકી શકશો નહીં. 

OMG! મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીનું લાઈવ મેચ દરમિયાન પેન્ટ ઉતરી ગયું, જુઓ Video

Tim David Viral Video: આઈપીએલની 15મી સિઝન હાલમાં જ પૂરી થઈ અને નવી નવેલી ગુજરાત ટાઈટન્સની ટીમે આવતાની સાથે જ ખિતાબ પોતાના નામે કરી નાખ્યો. આઈપીએલ બાદ અનેક વિદેશી ખેલાડીઓ હવે ઈંગ્લેન્ડમાં વાઈટાલિટી બ્લાસ્ટ ટી20 ટુર્નામેન્ટ રમી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી પણ હાલ અહીં ક્રિકેટ રમી રહ્યો છે. આ ખેલાડી સાથે લાઈવ મેચ દરમિયાન એક રોચક બનાવ બન્યો. જેને જોઈને તમે ચોક્કસપણે હસવું રોકી શકશો નહીં. 

આ ખેલાડી છે ટીમ ડેવિડ. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો આ ખેલાડી હાલ વાઈટાલિટી બ્લાસ્ટ ટી20 ટુર્નામેન્ટમાં લંકાશર તરફથી રમી રહ્યો છે. 29મી મેના રોજ લંકાશરનો સામનો વર્સેસ્ટરશર ટીમ સામે થયો. મેચમાં ટીમ ડેવિડે 26 બોલમાં 60 રન ફટકાર્યા. પરંતુ મેચમાં જે થયું તે જોઈને ચોંકશો. વાત જાણે એમ છે કે ફિલ્ડિંગ દરમિયાન ચોગ્ગો રોકવાના ચક્કરમાં આ ખેલાડીનું પેન્ટ ઉતરી ગયું. કમેન્ટેટર પણ આ જોઈને હસવું રોકી શક્યા નહીં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

ટીમ ડેવિડની આઈપીએલ વિશે વાત કરીએ તો તેણે આ વખતે આઈપીએલની 8 મેચમાં 37.20ની સરેરાશથી 186 રન બનાવ્યા હતા. આઈપીએલ 2022માં તેનો સ્ટ્રાઈક રેટ 216.28 નો હતો. ટીમ ડેવિડ અગાઉ બેંગલુરુની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિઝનની છેલ્લી મેચોમાં ટીમ ડેવિડે સારી બેટિંગ કરી બતાવી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સનું આ વખતે પરફોર્મન્સ ખુબ ખરાબ રહ્યું. પોઈન્ટ ટેબલમાં ટીમ સૌથી નીચે રહી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેને હાર જીતથી કોઈ ફરક પડવાનો નહતો પરંતુ જો આ મેચ દિલ્હી હારે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે તેમ હતું. આવા સમયે ટીમ ડેવિડે 11 બોલમાં 34 રન ફટકારીને દિલ્હીને  પ્લેઓફની રેસમાંથી બહાર કર્યું હતું. તેણે ઈનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news