BJP નેતા કિરીટ સોમૈયા અને પુત્ર વિરૂદ્ધ કેસ નોંધાયો, INS વિક્રાંત સાથે જોડાયેલો છે સમગ્ર કેસ

કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ વિરુદ્ધ પૂર્વ સૈનિક બબન ભોસલેએ કેસ દાખલ કર્યો છે. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે INS વિક્રાંતને બચાવવાના નામે 57 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

BJP નેતા કિરીટ સોમૈયા અને પુત્ર વિરૂદ્ધ કેસ નોંધાયો, INS વિક્રાંત સાથે જોડાયેલો છે સમગ્ર કેસ

નવી દિલ્હીઃ ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયા વિરુદ્ધ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ આઈએનએસ વિક્રાંતને બચાવવાના નામે પૈસા જમા કરાવવા અને છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ એફઆઈઆર સોમૈયા અને તેમના પુત્ર વિરુદ્ધ આઈપીસીની કલમ 420, 406, 34 વિરુદ્ધ નોંધવામાં આવી છે.

સંજય રાઉતે કર્યો હતો આક્ષેપ 
કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ વિરુદ્ધ પૂર્વ સૈનિક બબન ભોસલેએ કેસ દાખલ કર્યો છે. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે INS વિક્રાંતને બચાવવાના નામે 57 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે INS વિક્રાંતને બચાવવા માટે જમા કરાયેલા પૈસા ક્યાં ગયા? ઉલ્લેખનીય છે કે જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કર્યા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે બીજેપી નેતા કિરીટ સોમૈયા પર આ આરોપ લગાવ્યો હતો.

રાજભવન પાસે નથી માહિતી 
સંજય રાઉતે જણાવ્યું હતું કે, INS વિક્રાંતને બચાવવા માટે ભાજપે એક અભિયાન ચલાવ્યું હતું અને લોકો પાસેથી પૈસા એકઠા કર્યા હતા. આ પૈસા રાજભવનમાં જમા કરાવવાના હતા અને કિરીટ સોમૈયાએ તે સમયે રાજભવનમાં પૈસા જમા કરાવવાની વાત કરી હતી, પરંતુ જ્યારે રાજભવન પાસેથી માહિતી માંગવામાં આવી ત્યારે આવા કોઈ પૈસાની જાણકારી મળી નહોતી. સોમૈયાએ આ પૈસાનો ઉપયોગ પોતાના બિઝનેસમાં કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news