લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ માની પોતાની ભૂલ
લોર્ડ્સ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ અને 159 રને શરમજનક પરાજય આપ્યો.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં પણ પરાજય મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અંતિમ ઈલેવનની પસંદગી કરવાની ભૂલને સ્વીકારી છે. વેબસાઇટ ઈએસપીએનના રિપોર્ચ અનુસાર વિરાટ કોલહીએ કહ્યું કે, લોર્ડ્સમાં અમે જે રીતે રમ્યા તે હારને લાયક હતું. કોહલીએ અંતિમ ઈલેવનની પસંદગી પર કહ્યું કે, તેણે સ્પિન બોલરની પસંદગી કરીને ભૂલ કરી, કારણ કે લોર્ડ્સનું વાતાવરણ ફાસ્ટ બોલરોના પક્ષમાં હતું.
મહત્વનું છે કે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ અને 159 રને શર્મજનક પરાજય આપ્યો. આ જીતની સાથે યજમાન ટીમે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દિવસે સ્ટુઅર્ડ બ્રોડ અને એન્ડરસનને ઘાતક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો વામણા પૂરવાર થયા. એન્ડરસને 23 રન આપીને 4 તથા બ્રોડે 44 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
કેપ્ટન કોહલીએ કહ્યું કે, હવામાનનો અંદાજ લગાવવો સંભવ ન હતો. મેચની શરૂઆતમાં તે અલગ હતી પરંતુ મારૂ માનવું છે કે મેં ટીમના સંયોજનમાં ભૂલ કરી. આગામી મેચમાં અમારી પાસે આ ભૂલને સુધારવાની તક છે. તેણે કહ્યું કે, ભારતીય ટીમ આગામી મેચમાં જીત મેળવીને શ્રેણીનો સ્કોર 2-1 કરે અને ત્યારબાદ શ્રેણી રોમાંચક બનાવે.
ત્રીજી ટેસ્ટ 18 ઓગસ્ટથી
બીજી ટેસ્ટ મેચ દરમિયાન કોહલીની પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તેના પર કેપ્ટને કહ્યું કે, સૌથી સારી વાત છે કે ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટથી શરૂ થવાની છે અને તેવામાં અમારી પાસે પાંચ દિવસનો સમય છે. મને આશા છે કે આગામી મેચ માટે હું તૈયાર છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે