IND vs ENG: સચિન તેંડુલકરને પાછળ છોડી વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો વધુ એક વિશ્વ રેકોર્ડ
લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 17.6 ઓવરમાં એન્ડરસનના બોલ પર ચોગ્ગો ફટકારી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિરાટે માત્ર 490 ઈનિંગમાં 23,000 રનનો આંકડો પાર કર્યો છે.
Trending Photos
લંડનઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 23,000 રન પૂરા કરવાનો વિશ્વ રેકોર્ડ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે કરી લીધો છે. લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 17.6 ઓવરમાં એન્ડરસનના બોલ પર ચોગ્ગો ફટકારી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિરાટે માત્ર 490 ઈનિંગમાં 23,000 રનનો આંકડો પાર કર્યો છે, આ પહેલા સૌથી ઝડપી 23,000 આંતરરાષ્ટ્રીય રનનો વિશ્વ રેકોર્ડ તેંડુલકરના નામે હતો, જેણે 522 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ મામલામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે, જેણે 544 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ચોથા નંબર પર 551 ઈનિંગની સાથે આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ છે. પાંચમાં નંબર પર સાંગાકારા છે, જેણે 568 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીની વાત કરીએ તો તેના ખાસામાં 12,169 વનડે, 3159 ટી20 આંતરરાષ્ટ્રીય અને 7671 થી વધુ ટેસ્ટ રન નોંધાયેલા છે. વિરાટે અત્યાર સુધી 27 ટેસ્ટ, 43 વનડે આંતરરાષ્ટ્રીય સદી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 23,000 રન બનાવનારા ટોચના 7 બેટ્સમેન-
490 ઇનિંગ્સ - વિરાટ કોહલી
522 ઇનિંગ્સ - સચિન તેંડુલકર
544 ઇનિંગ્સ - રિકી પોન્ટિંગ
551 ઇનિંગ્સ - જેક્સ કાલિસ
568 ઇનિંગ્સ - કુમાર સંગાકારા
576 ઇનિંગ્સ - રાહુલ દ્રવિડ
645 ઇનિંગ્સ - મહેલા જયવર્દને
આ પણ વાંચોઃ ચોથી ટેસ્ટમાં જીતનો પાયો નાંખશે અમદાવાદી છોકરો! શું કપિલદેવનો રેકોર્ડ તોડીને બુમ પડાવશે બુમરાહ?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને સૌથી પહેલા બનાવ્યા હતા 23 હજાર રન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી પહેલા 23,000 રન સચિને વર્ષ 2004માં પૂરા કર્યા હતા. ત્યારબાદ 2009માં રિકી પોન્ટિંગે આ કમાલ કર્યો હતો. વિરાટ કોહલીએ વર્ષ 2021માં આ સિદ્ધિ પોતાના નામે કરી છે તો રાહુલ દ્રવિડે વર્ષ 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કમાલ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23,000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન-
2004 - સચિન તેંડુલકર
2009 - રિકી પોન્ટિંગ
2010 - જેક કાલિસ
2011 - રાહુલ દ્રવિડ
2013 - કુમાર સંગાકારા
2013 - મહેલા જયવર્દને
2021 - વિરાટ કોહલી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે