ચોથી ટેસ્ટમાં જીતનો પાયો નાંખશે અમદાવાદી છોકરો! શું કપિલદેવનો રેકોર્ડ તોડીને બુમ પડાવશે બુમરાહ?
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. ચોથી ટેસ્ટ મેચમાં બુમરાહને પોતાના કરિયરનો સૌથી મોટું ઈનામ મળવાનં છે. જેનો ફાયદો ના માત્રા બુમરાહ પણ ટીમ ઈન્ડિયાને પણ મળશે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. ચોથી ટેસ્ટ મેચમાં બુમરાહને પોતાના કરિયરનો સૌથી મોટું ઈનામ મળવાનં છે. જેનો ફાયદો ના માત્રા બુમરાહ પણ ટીમ ઈન્ડિયાને પણ મળશે. 5 ટેસ્ટ મેચની સિરીઝમાં હાલ ભારત અને ઈંગ્લેન્ડ બરાબરી પર છે. બંને ટીમે 1-1 ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચ ડ્રો થઈ. ચોથા ટેસ્ટ મેચમાં જીત મેળવીને સિરીઝમાં લીડ મેળવવા બંને ટીમ પુરો દમ લગાવશે. પરંતુ આ ટેસ્ટ મેચ બુમરાહ માટે વધુ ખાસ છે.
જો ઓવલમાં બુમરાહ ઈતિહાસ રચશે તો તેનો ફાયદો તેને તો મળવાનો જ છે. પરંતુ ભારતીય ટીમને પણ મદદ મળશે. બુમરાહ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડવાની કગાર પર છે. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમાં મહાન બોલરની યાદીમાં સમાવેશ થવાનો બુમરાહ પાસે મોકો છે.
બુમરાહને મળશે કરિયરનો સૌથી મોટું ઈનામ:
ઈંગ્લેન્ડ સામે આ મેચમાં બુમરાહ 3 વિકેટ લે છે તો તે મહાન ક્રિકેટર કપિલ દેવના રેકોર્ડને તોડી નાખશે. ટેસ્ટ મેચમાં બુમરાહ ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની જશે. અત્યારે બુમરાહના નામે 23 ટેસ્ટ મેચમાં 97 વિકેટ લેવાનો રેકોર્ડ છે. જ્યારે કપિલ દેવે 25 ટેસ્ટ મેચમાં વિકેટની સદી પુરી કરી છે. ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ ટેસ્ટ મેચમાં લેનારમાં રવિચંદ્ર અશ્વિન સૌથી આગળ છે. 18 ટેસ્ટ મેચમાં રવિચંદ્ર અશ્વિને 100 વિકેટ લીધી છે.
મહાન બોલરના લિસ્ટમાં થશે સમાવેશ:
ભારત માટે અત્યાર સુધીમાં 7 બોલર ટેસ્ટ મેચમાં 100થી વધુ વિકેટ ઝડપી છે. જેમાં કપિલ દેવ, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ઘાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીના નામનો સમાવેશ થાય છે. જેમાં હવે સ્ટાર બોલર બુમરાહ પાસે સ્થાન મેળવવાનો મોકો છે. ભારતીય બોલરમાં સૌથી વધુ ટેસ્ટ કરિયરમાં વિકેટ લેવામાં અનિલ કુંબલે ટોપ પર છે. અનિલ કુંબલે 619 વિકેટ લીધી છે.
ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
ટેસ્ટ કરિયરમાં સૌથી વિકેટ લેનારમાં સૌથી પહેલાં સ્પીન બોલર અનિલ કુંબલે આવે છે.જેણે ટેસ્ટ કરિયરમાં 619 વિકેટ લીધી છે. તો 434 વિકેટ સાથે ફાસ્ટ બોલર કપિલ દેવ બીજા નંબર પર છે. ત્યારે 417 વિકેટ સાથે સ્પીન બોલર હરભજનસિંહ ત્રીજા નંબર પર છે. તો 413 વિકેટ સાથે સ્પીન બોલર આર. અશ્વિન ચોથા નંબર પર છે. જ્યારે 311 વિકેટ સાથે ફાસ્ટ બોલર ઈશાંત શર્મા 5માં નંબર પર છે. તો 311 વિકેટ સાથે ઝહીર ખાન છઠ્ઠા નંબર પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે