વિરાટ કોહલીએ BCCIને કરી ખાસ ભલામણ, વિદેશ પ્રવાસમાં પત્નીને સાથે રહેવા દો

ટીમ ઈન્ડિયા ભલે હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી હોય પરંતુ ખેલાડીઓને લઈને  ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન નવેમ્બરમાં થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે.

વિરાટ કોહલીએ BCCIને કરી ખાસ ભલામણ, વિદેશ પ્રવાસમાં પત્નીને સાથે રહેવા દો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ભલે હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી હોય પરંતુ ખેલાડીઓને લઈને  ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન નવેમ્બરમાં થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. ટીમ મેનેજમેન્ટ જ્યાં વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન ટીમ સંયોજનમાં પ્રયોગ કરીને ઓસ્ટ્રેલિયા માટે ખેલાડીઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યાં ટીમના ક્રિકેટર્સે પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને પોતાની અંગત ચિંતાઓ વ્યક્ત કરી છે.

વિરાટ કોહલીએ બીસીસીઆઈને ભલામણ કરી છે કે ટીમ ઈન્ડિયાના વિદેશ પ્રવાસો પર ખેલાડીઓને સંપૂર્ણ પ્રવાસ દરમિયાન પત્નીને સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવે. વિરાટનું આ નિવેદન આગામી નવેમ્બરમાં થનારા ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને જ છે. વિરાટ અગાઉ પણ અનુષ્કા સાથે ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સાથે જોવા મળ્યો હતો, તે વખતે તેમના લગ્ન થયા નહતાં. 

વિરાટ કોહલીના આ નિવેદન પર જાણકારી આપતા સીઓએના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે હાં વિરાટે નિવેદન તો  કર્યું છે પરંતુ અમે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. અમે કહ્યું છે કે અમે આ ફેસલો નવા પદાધિકારીઓ પર છોડીશું. નીતિ હજુ હમણા બદલાશે નહીં. 

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ક્રિકેટરોને પોતાની સાથે વિદેશ પ્રવાસમાં આખો સમય પત્નીને સાથે લઈ જવાની મંજૂરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર વનડે સિરિઝ બાદ અને ટેસ્ટ સિરીઝ પહેલા ખાલી બચેલા ટાઈમમાં ભારતીય ખેલાડીઓએ તેમની પત્ની અને પ્રેમીકાઓ સાથે વિદેશમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, ઉમેશ યાદવ, રોહિત શર્મા ટી-20 અને વનડે સિરીઝ દરમિયાન પણ પત્નીઓ સાથે એન્જોય કરતા જોવા મળ્યા હતાં. તે સમયે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાના પરિવાર સાથે રજાઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના પર ખુબ હંગામો મચ્યો હતો. 

બીસીસીઆઈએ જારી કર્યું હતું 14 દિવસવાળો નિયમ
લોકોએ સવાલ ઉઠાવ્યા હતાં કે ટીમ ત્યાં ક્રિકેટ રમવા ગઈ છે કે એન્જોય કરવા માટે આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા વનડે સિરીઝ હારી ગઈ હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અભ્યાસ મેચ પહેલા બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓને પાર્ટનરથી દૂર રહેવાનું કહ્યું હતું. આ સાથે જ બીસીસીઆઈએ ગાઈડલાઈન જારી કરી. જે મુજબ હવે પ્રવાસના શરૂઆતના 14 દિવસ ક્રિકેટર્સની પત્નીઓનો પ્રવાસ પર આવવાની મનાઈ રહેશે. ત્યારબાદ બે અઠવાડિયા એટલે કે 14 દિવસ માટે ક્રિકેટર પત્નીઓ સાથે રહી શકે છે. બીસીસીઆઈએ એ નક્કી નહતું કર્યું કે 14 દિવસ કયા હશે. તેનો નિર્ણય ક્રિકેટ ખેલાડીઓ અને તેમની પત્નીઓ પર છોડ્યો હતો. 

અગાઉ પણ થયો હતો પત્ની/પ્રેમીકાઓને સાથે લઈ જવા અંગે વિવાદ
હકીકતમાં ખરાબ પ્રદર્શનને  લઈને ખેલાડીઓ તેમના પ્રશંસકોના નિશાના પર આવી જાય છે. એક આવી જ ઘટના વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપ મેચ દરમિયાન થઈ. હકીકતમાં ફાઈનલ ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી ટીમ ઈન્ડિયા વિશ્વ કપની સેમિફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. તેમાં ધાકડ બેટ્સમેન વિરાટ  કોહલીનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ટ્રોલ થઈ હતી. જ્યારે ટ્રોલિંગ ન રોકાયું તો વિરાટે પોતે તેમાં કૂદવું પડ્યું અને ટ્વિટ કરીને લખ્યું કે અનુષ્કાને ટ્રોલ કરનારા લોકો પર મને શરમ આવે છે. અનુષ્કાથી મને ફક્ત પોઝિટિવિટી જ મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news