Virat Kohli: નેધરલેન્ડ સામે કોહલી બનાવશે ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ, તૂટશે સચિનનો સૌથી મોટો રેકોર્ડ!

World Cup 2023: આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ ના હારેલી ભારતીય ટીમ નેધરલેન્ડ સામેની છેલ્લી લીગ મેચમાં વિજયી અભિયાનને જાળવી રાખીને દેશવાસીઓને દિવાળીની ભેટ આપવા માંગશે. આ સાથે જ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હશે.

Virat Kohli: નેધરલેન્ડ સામે કોહલી બનાવશે ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ, તૂટશે સચિનનો સૌથી મોટો રેકોર્ડ!

Virat Kohli 50th ODI Century: ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમવાની છે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે નેધરલેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઔપચારિકતાની આ મેચમાં ભારતીય ટીમમાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કોલકાતામાં સચિન તેંડુલકરના 49 ODIના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને હવે તે તેની 50મી સદી ફટકારવાની નજીક છે. નેધરલેન્ડ સામેની મેચમાં કોહલી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે કોહલી
અત્યાર સુધી વિરાટ કોહલી ભારત માટે આ વર્લ્ડકપમાં સૌથી વધુ 543 રન બનાવી ચૂક્યો છે. પહેલીવાર 50 ઓવરના વિશ્વકપમાં કોહલીએ 500થી વધારે રન બનાવ્યા છે. વિરાટે 2011માં 282, 2015માં 305 અને 2019માં 443 રન બનાવ્યા હતા. આ ત્રણેય વર્લ્ડકપમાં ક્રમશ: તેંદુલકર, શિખર ધવન અને રોહિત શર્માનું બેટ ચાલ્યું હતું. કોહલી ભારતની છેલ્લી લીગ મેચમાં બેટિંગની સારી પ્રેક્ટિસ કરીને સેમીફાઈનલની તૈયારી કરવા ઈચ્છશે.

વર્લ્ડ રેકોર્ડ પર રહેશે નજર
નેધરલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ તોડવા ઈચ્છશે. કોહલીએ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં સચિન તેંડુલકરના 49 ODI સદીના સર્વોચ્ચ સ્કોરની બરાબરી કરી હતી. હવે જો તે વધુ એક સદી ફટકારશે તો તે વિશ્વમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. આ મામલે તે મહાન સચિન તેંડુલકર (49)ને પાછળ છોડી દેશે. કોહલીએ વર્તમાન ટૂર્નામેન્ટમાં 2 સદી ફટકારી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા નેધરલેન્ડને હરાવીને પોતાનો અજેય સિલસિલો જારી રાખવા ઈચ્છશે.

બંને ટીમોની વર્લ્ડ કપ ટીમો
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ.

નેધરલેન્ડ્સ: સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને wk), કોલિન એકરમેન, વેસ્લી બારેસી (wk), બાસ ડી લીડે, આર્યન દત્ત, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રાયન ક્લાઇન, તેજા નિદામાનુરુ, મેક્સ ઓ'ડાઉડ, સાકિબ ઝુલ્ફીકાર, શરિઝ અહેમદ, લોગન વાન બીક, રોલ્ફ વાન બીક ડેર મર્વે, પોલ વાન મીકરેન અને વિક્રમજીત સિંહ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news