WIvsAFG: વેસ્ટ ઇન્ડિઝે કરી જીતની હેટ્રીક, હોપની સદીએ અફઘાનની આશા પર પાણી ફેરવ્યું

Afghanistan vs West Indies: વેસ્ટ ઇન્ડિઝે આ જીત સાથે ત્રણ મેચની વન ડે સિરીઝ 3-0 થી પોતાને નામ કરી છે.

WIvsAFG: વેસ્ટ ઇન્ડિઝે કરી જીતની હેટ્રીક, હોપની સદીએ અફઘાનની આશા પર પાણી ફેરવ્યું

લખનૌ : વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાનને 3-0 થી કચડ્યું છે. શાઇ હોપની શાનદાર સદી સાથે વેસ્ટ ઇન્ડિઝે ત્રીજી વન ડે મેચમાં અફઘાનિસ્તાન (Afghanistan) ને પાંચ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ત્રણ મેચની સિરીઝ (Afghanistan vs West Indies) 3-0 થી પોતાને નામ કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝે (West Indies) ત્રીજી વન ડે મેચમાં 5 વિકેટથી વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાનને પહેલી વન ડેમાં સાત વિકેટ અને બીજી વન ડેમાં 47 રનથી હાર આપી હતી. 

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કીરોન પોલાર્ડે ત્રીજી વન ડે મેચમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરી હતી. બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારીત 50 ઓવરમાં 7 વિકેટ પર 249 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝે એના જવાબમાં 5 વિકેટ પર 253 રન બનાવી લીધા હતા. 

ઓપનર શાઇ હોપ (Shai Hope) એ 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ એની સાતમી વન ડે સદી છે. ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ હોપને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. પહેલા અફઘાનિસ્તારની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 249 રન કર્યા હતા. એક તબક્કે માત્ર 118 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે અફઘાન ટીમ 200 રનની અંદર સમેટાઇ જશે. પરંતુ અસગર અફગાને (86) અને મોહમ્મદ નબી (50) રનની પાંચમી ભાગીદારીએ ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news