Hardik Pandya Gujarat Titans: શું ટીમ ઇન્ડિયામાં આ ઘાતક ઓલરાઉન્ડર પાછો ફરશે! IPL માં રોહિત શર્માની ટીમને પણ પછાડી
Hardik Pandya Gujarat Titans: આઇપીએલ 2022 માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખુબ જ ઘાતક રમત દેખાડી છે. જો કે, હાર્દિક પંડ્યા ઘણા લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી મેચ ટી20 વર્લ્ડ કપ 2021 માં રમી હતી.
Trending Photos
Hardik Pandya Gujarat Titans: હાલ આઇપીએલ 2022 ની આ સીઝન તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. ત્યારે આઇપીએલ દુનિયામાં સૌથી વધુ જોવાતી ક્રિકેટ લીગ છે. એવામાં આ વર્ષે IPL નો ભાગ બનેલી ગુજરાત ટાઈટન્સ ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાતની ટીમ આ સીઝનમાં 11 માંથી 8 મેચ જીતી પોઇન્ટ ટેબલ પર ટોપ પર ચાલી રહી છે. ત્યારે આ ટીમનો એક ખેલાડી ઘણું શાનદરા પ્રદર્શન કરી રહ્યો છે. જે જોતા કહી શકાય છે કે, સિલેક્ટર આ પ્લેયરને આઇપીએલ બાદ ટીમ ઇન્ડિયામાં પણ તક આપી શકે છે.
આઇપીએલ 2022 માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખુબ જ ઘાતક રમત દેખાડી છે. હાર્દિક પંડ્યા હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે તેની બેટિંગથી બધાના દિલમાં જગ્યા બનાવી રહ્યો છે. તેણે આઇપીએલ 2022 ની 10 મેચમાં 309 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને છેલ્લી ક્ષણે ઘણી મેચો જીતાડી છે. જો કે, હાર્દિક પંડ્યા ઘણા લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી મેચ ટી20 વર્લ્ડ કપ 2021 માં રમી હતી.
હાર્દિકને તેના ખરાબ ફિટનેસ અને ફોર્મના કારણે ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ આઉટ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ખેલાડીએ ફિટનેસ સાથે આઇપીએલ 2022 માં વાપસી કરી છે. હાર્દિક પંડ્યા બોલને ખુબ જ શાનદાર રીતે હિટ કરે છે અને ડેથ ઓવર્સમાં પોતાની ટીમ માટે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2022 બાદ ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી20 સીરિઝ રમવાની છે. ત્યારબાદ ભારત વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે.
જેને લઇને આઇપીએલમાં સારા ફોર્મમાં જોવા મળી રહેલા હાર્દિક પંડ્યાને સિલેક્ટર ટીમ ઇન્ડિયામાં તક આપી શકે છે. હાર્દિક પાસે તે ખાસિયત છે કે તે છેલ્લી ક્ષણે મેચ પલટી શકે છે. ત્યારે તે બોલિંગથી પણ ટીમની જીતમાં યોગદાન આપી શકે છે. હાર્દિકની ગણતરી રોહિત શર્માના ફેવરેટ પ્લેયર્સમાં થયા છે. એવામાં હાર્દિકને રોહિતની કેપ્ટનશીપમાં ફરી તક મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે