WPL 2023 Schedule: વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝનનું શેડ્યૂલ જાહેર, પ્રથમ મેચમાં ગુજરાત-મુંબઈની ટક્કર
Women’s Premier League 2023 Schedule: મહિલા પ્રીમિયર લીગ 2023ની શરૂઆત 4 માર્ચથી થશે. ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન માટે શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 5 વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમશે. દરેક ટીમો એકબીજા વિરુદ્ધ બે-બે વખત ટકરાશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સીઝન 4 માર્ચથી શરૂ થશે. સોમવારે પ્રથમ સીઝન માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. હવે ભારતીય ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giatns)વચ્ચે સીઝનની પ્રથમ મેચ નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં દરેક ટીમ એકબીજા વિરુદ્ધ બે-બે મેચ રમશે. અંતિમ લીગ મેચ 21 માર્ચે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
મહિલા આઈપીએના મુકાબલાની શરૂઆત 3.30 કલાક અને 7.30 કલાકે થશે. સીઝનમાં ચાર ડબલ હેડર હશે. ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાવાની છે. 11 ડીવાઈ પાટિલ સ્ટેડિયમ અને 11 મેચ બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે. 24 માર્ચે ડીવાઈ પાટિલમાં એલિમિનેટર રમાશે. ફાઇનલ 26ના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે.
5 માર્ચે લીગનો પ્રથમ ડબલ હેડર મુકાબલો રમાશે. દિવસની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થશે. તો બીજા મુકાબલામાં યુપી વોરિયર્સ અને ગુજરાત ટાઈટન્સ આમને-સામને હશે.
26 માર્ચે ફાઇનલ
વિમેન્સ પ્રીમિયર લીગનો ફાઇનલ મુકાબલો 26 માર્ચે રમાશે. આ મેચ લીગ રાઉન્ડમાં ટોપ પર રહેનારી ટીમ અને એલિમિનેટરની વિજેતા વચ્ચે રમાશે. આ મેચની સાથે મહિલા આઈપીએલની પ્રથમ સીઝનની વિજેતાનો નિર્ણય થઈ જશે. ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો છે- મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત જાયન્ટ્સ.
87 ખેલાડીઓ પર લાગી બોકી
મહિલા આઈપીએલ માટે 13 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થઈ હતી. તેમાં 87 ખેલાડીઓ પર બોલી લાગી હતી. આરસીબીએ 3.4 કરોડની સૌથી મોટી બોલી લગાવી ભારતીય ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને ખરીદી હતી. તો મુંબઈએ ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નતાલિયા સીવર બ્રંટને ખરીદવા માટે 3.2 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે