World Cup 2019: રિષભ પંત આઉટ, દિનેશ કાર્તિક ઇન, આ છે કારણ
વિશ્વકપ 2019: આગામી વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજા વિકેટકીપર તરીકે રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે.
Trending Photos
મુંબઈઃ આગામી વિશ્વ કપ-2019 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાનો છે. આ માટે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આજે વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. એમએસકે પ્રસાદના અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ટીમના 15 ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. સૌથી ચોંકાવનારૂ નામ દિનેશ કાર્તિકનું છે. અત્યાર સુધી રિષભ પંતની ચર્ચા ચાલતી હતી પરંતુ ટીમ જાહેર થઈ તો પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
શા માટે પંતનું પત્તું કપાયું
એમએસકે પ્રસાદે જણાવ્યું કે, ટીમને એક નિષ્ણાંત વિકેટકીપરની જરૂર છે. તેવામાં અમે રિષભ પંત અને દિનેશ કાર્તિકની ચર્ચા કરી હતી અંતે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રિષભ પંત એક આક્રમક બેટ્સમેન છે, પરંતુ તે સારી શરૂઆત કર્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. તે મેચ ફિનિશ કરવામાં અસફળ રહ્યો છે. ભારતને નિષ્ણાંત વિકેટકીપરની પણ જરૂર છે. તેથી વાત તેની વિરુદ્ધ ગઈ છે. કાર્તિકની વિકેટકીપિંગ પણ પંત કરતા સારી છે. ત્યારે દિનેશ કાર્તિક પાસે પંત કરતા સારો અનુભવ છે. તે ચોથા સ્થાને બેટિંગ પણ કરી શકે છે. આથી પસંદગી સમિતિએ તેના પર વિશ્વાસ મુક્યો છે.
કાર્તિકના પક્ષમાં ગઈ આ વાતો
તમિલનાડુના આ વિકેટકીપર બેટ્સમેન ટીમના મિડલ ઓર્ડરને ઘણીવાર સંભાળ્યું છે. તેણે ઘણીવાર ટીમને આસાનીથી જીત અપાવી છે, તો જરૂર પડવા પર ઘણીવાર પોતાની હિટિંગ સ્ટ્રેન્થને પણ દર્શાવી છે. કોલંબોમાં રમાયેલી નિદહાસ ટ્રોફીના ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 8 બોલ પર 29 રનની અણનમ ઈનિંગ ભારતીય ટીમને હારમાંથી જીત અપાવી હતી.
ડીકેની પાસે પરિસ્થિતિઓના સંયોજનની ક્ષમતા
ભલે પંત લાંબી-લાંબી સિક્સ ફટકારી શકે છે પરંતુ પરિસ્થિતિઓ પ્રમાણે તાલમેલ બેસાડીને ઈનિંગને સંભાળવાનું જાણે છે. તે મુશ્કેલ થઈ ચુકેલી સ્થિતિમાં ગેપ શોધવામાં માહેર છે. પસંદગીકારોએ કહ્યું કે, પંતમાં ખુબ પ્રતિભા છે અને અમારા માટે દુખદ છે કે, તેનો ટીમમાં સમાવેશ કરી શક્યા નહીં, પરંતુ તેની પાસે ઘણો સમય છે.
Indian team for World Cup: Virat, Rohit, Shikhar, KL Rahul, Vijay Shankar,
Dhoni,Kedar Jadhav,Dinesh Kartik,Y Chahal,Kuldeep Yadav, Bhuvneshwar, Bumrah ,Hardik Pandya, Jadeja, Mohd Shami pic.twitter.com/rf1fQbRuJ8
— ANI (@ANI) April 15, 2019
વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે