Pakistan Team: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ઝેર ઓક્યું, અમદાવાદ વિશે આ શું બોલી ગયા?
World Cup 2023: ભારતમાં અતિથિ દેવો ભવ: એટલે કે ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારતના લોકો પોતાના ત્યાં આવતા મહેમાનની આગતા સ્વાગતામાં કઈ કસર છોડતા નથી. પછી ભલે તે અતિથિ પાકિસ્તાની કેમ ન હોય. ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. તેમનું સ્વાગત કરી રહ્યા છે.
Trending Photos
ભારતમાં અતિથિ દેવો ભવ: એટલે કે ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારતના લોકો પોતાના ત્યાં આવતા મહેમાનની આગતા સ્વાગતામાં કઈ કસર છોડતા નથી. પછી ભલે તે અતિથિ પાકિસ્તાની કેમ ન હોય. ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. તેમનું સ્વાગત કરી રહ્યા છે. ભારત પોતાની નેકદિલીના કારણે આમ કરે છે. પરંતુ પાકિસ્તાનને એમાં પણ હિન્દુ મુસ્લિમ એંગલ દેખાય છે. પાકિસ્તાની ટીવી એંકર અને અન્ય દિગ્ગજ ખેલાડીઓનું કહેવું છે કે હૈદરાબાદ અને અમદાવાદમાં મુસ્લિમ વસ્તી વધુ છે એટલે ત્યાંના મુસલમાનો અમને સપોર્ટ કરશે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ વનડે વર્લ્ડ કપ 2023 રમવા માટે 28 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચી હતી. ભારતીયોએ તેમનું ખુલ્લા મને સ્વાગત કર્યું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત થયું. કેટલાક લોકો પાકિસ્તાની ક્રિકેટરોના ફેન હતા. લોકોએ તેમનું ખુબ સ્વાગત કર્યું. પ્રશંસક બાબર આઝમને જોઈને ખુશી રોકી શક્યા નહીં અને નારેબાજી પણ કરવા લાગ્યા હતા.
મુસ્લિમ વધુ એટલે થયું વેલકમ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મુશ્તાક અહેમદે સ્થાનિક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં પાકિસ્તાનીઓના આ સ્વાગત પાછળનું કારણ કઈક વિચિત્ર જણાવ્યું. તેમણે કહ્યું કે અમદાવાદ અને હૈદરાબાદ એવા શહેર છે જ્યાં મુસલમાનોની વસ્તી વધુ છે. આ જ કારણે એરપોર્ટ પર લોકો વેલકમ કરી રહ્યા છે.
ભારત વિરુદ્ધ ભરેલું છે ઝેર
મુશ્તાક અહેમદ એ જ છે જેની સ્પીન બોલિંગને દુનિયા આજે પણ યાદ રાખે છે.તેમણે ભારત વિરુદ્ધ ખુબ ઝેર ઓક્યું. તેમણે કહ્યું કે હૈદરાબાદ અને અમદાવાદમાં મુસલમાનોની સંખ્યા ઘણી વધુ છ. ત્યાં આપણી ટીમને ખુબ સમર્થન મળશે.
ટીવી એંકર્સ પણ ભારતને કરી રહ્યા છે બદનામ
એક પાકિસ્તાની ટીવી એંકરે કહ્યું કે ભારત સાથે રમવા રમવા માટે આપણે અમદાવાદ જવાનું છે. આપણને હૈદરાબાદમાં ફેન્સનો સપોર્ટ મળવાનો છે. પહેલા વિઝાની સમસ્યા હતી. પરંતુ હવે બધા મામલા એક બાજુ છે અને આપણને સપોર્ટ મળી રહ્યો છે તે બીજી બાજુ છે. પાકિસ્તાની ટીમને ફેન્સની કમી મહેસૂસ થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે